મિત્રો, મનુષ્યની જીંદગી માં જન્મ પછી જો બીજું કોઈ સત્ય હોય તો તે મૃત્યુ છે. સાધુ હોય કે સંત,રાજા હોય કે ફકીર જે કોઈએ પણ આ મૃત્યુલોકમાં જન્મ લીધો છે તેને એક ના એક દિવસ આ દુનિયા છોડીને જવું જ પડે છે. આ સત્ય જે સમજી લે છે તે આત્મા પોતાના જીવનભર સારા કર્મો અને દાન કર્મ કરે છે અને મૃત્યુ બાદ તેના કર્મો અને તેના પરિવારના લોકો દ્વારા કરવામાં આવતી ક્રિયાકાંડ દ્વારા તે મોક્ષ પ્રાપ્ત કરે છે. આત્માને મુક્તિ માટે ની મહત્વની એક ક્રિયા કપાલક્રિયા છે. ભીમા ચિતામાં સળગી રહેલા મૃતકના માથા પર ત્રણ વાર ડંડો મારવામાં આવે છે. આવું કેમ કરવામાં આવી છે તેના વિશે આજે આપણે જાણીશું.
ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ બાદ અંતિમ સંસ્કારના સમયે મૃતકના શરીરને મુખાગ્નિ આપ્યા બાદ વાંસની લાકડી ઉપર એક તાંબાનો લોટો બાંધીને મૃતકના માથા ઉપર ઘી રેડવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે અગ્નિ સંસ્કાર સમયે મૃતકનું માથું સારી રીતે સળગી જાય. તેના પાછળનું એક કારણ એ પણ છે કે મનુષ્યના માથા નું હાડકું બાકી અંગોથી વધુ મજબૂત હોય છે. એટલા માટે તેને સારી રીતે સળગાવવા માટે મૃતકની ખોપરી ઉપર ઘી રેડવામાં આવે છે.
ગરુડ પુરાણ અનુસાર જો મૃતકની ખોપરી અગ્નિદાહ પછી સળગ્યા વગરની રહી જાય તુ મૃતકના આગલા જન્મમાં તેનો વિકાસ પૂર્ણ રૂપથી થતો નથી. અને તે અવિકસિત રહી જાય છે. એક માન્યતા એ પણ છે કે જો કપાલ ક્રિયા કરવામાં ન આવે તો મૃતકના પ્રાણ પૂર્ણ રૂપથી સ્વતંત્ર થતા નથી અને તેના નવા જન્મમાં બાધા ઉત્પન્ન થઈ જાય છે. અલગ-અલગ ધર્મમાં મનુષ્યના અંતિમ સંસ્કાર માટેની અલગ-અલગ વિધિઓ છે. કપાલ ક્રિયા નું વર્ણન શ્રાદ્ધ ચંદ્રિકા પુસ્તકમાં પણ કરવામાં આવ્યું છે. જેના અનુસાર મનુષ્યના માથા માં બ્રહ્માજીનો વાસ હોય છે. એટલા માટે શરીરને સંપૂર્ણ રૂપથી મુક્તિ પ્રદાન આપવા માટે કપાલ ક્રિયા કરવામાં આવે છે. જેના માટે મસ્તિષ્ક માં સ્થિત બ્રહ્મરંધ્ર પંચતત્વ પૂર્ણ રૂપથી વિલીન થવું આવશ્યક છે. એટલા માટે કપાલ ક્રિયા ને અંતિમ સંસ્કારની વિધિઓમાં મહત્વ આપવામાં આવ્યું છે.
તેના સિવાય તમે પણ સાંભળ્યું હશે તો કેટલા અઘોરી અને તંત્ર વિદ્યા કરતા સાધુઓ મનુષ્યની ખોપડીનો તંત્રવિદ્યામાં ઉપયોગ કરે છે. જો આવું કોલ આપણા સ્વજનની ખોપરી સાથે થાય તુ મૃત્યુ બાદ મૃતકની મુક્તિની પ્રક્રિયા અસંભવ બની જશે. જો કોઈ વ્યક્તિના મૃત્યુ દરમિયાન જો પોતાની રીતે જ મસ્તિષ્ક એટલે કે માથું ફાટી જાય તો તે વ્યક્તિ સાધારણ વ્યક્તિ બિલકુલ નથી અને તે વ્યક્તિ નિશ્ચિત મોક્ષ પ્રાપ્ત કરે છે. કારણ કે મસ્તિષ્ક કુમાર મનુષ્યનું સાતમું ચક્ર હોય છે અને એવું કહેવાય છે કે સાતમું ચક્ર જ્યારે મનુષ્યનું મસ્તિષ્ક હોળી ને બહાર નીકળે છે ત્યારે મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલા માટે પણ આપણે અગ્નિ સંસ્કાર વખતે કપાલ ક્રિયા કરીએ છીએ. ઉપરોક્ત તમામ ધાર્મિક કારણોસર આપણા હિન્દુધર્મમાં કપાલ ક્રિયાનુ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે.