કિડની પૂરી રીતે ખરાબ થયા પહેલા તેના સંકેતો ને જાણી લેવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. અને જો તેને નજર અંદાજ કરવામાં આવે તો કદાચ પાછળથી ખૂબ જ અફસોસ પણ થઈ શકે.
કિડની મનુષ્યના મુખ્ય અંગો માંથી એક હોય છે. તે શરીરના નકામા પદાર્થોને બહાર કાઢવાના કામ ઉપરાંત ઘણા મહત્વના કામ પણ કરે છે. કિડનીની બીમારી ખૂબ જ ખતરનાક હોય છે પરંતુ તેનાથી પણ ખતરનાક બાબત એ છે કે તે ચૂપચાપ શરીર ઉપર હુમલો કરે છે. મોટાભાગે દર્દીને ત્યારે જ ખબર પડે છે જ્યારે ખૂબ જ મોડું થઈ ગયું હોય છે અને ત્યારે ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ વગર બીજો કોઈ ઉપાય વધતો નથી.
કીડની આપે છે આ કેટલાક સંકેતો જેને કદાપિ નજર અંદાજ ન કરવા જોઈએ
પેટના ભાગમાં દુખાવો થવો. પેટમાં દુખાવો થવો સામાન્ય બાબત છે અને આપણે તેને નજર અંદાજ પણ કરીએ છીએ એવું જ લાગે છે એવું જ લાગે છે કે કંઈક ખાવામાં આવી ગયું હશે એટલે તકલીફ થતી હશે. પરંતુ જો દુખાવો પેટની ડાબી બાજુ અથવા તો જમણી બાજુ હોય અને અસહ્ય હોય તો તેને નજર અંદાજ ન કરવું જોઈએ કારણ કે તે કિડની ખરાબ થવાના સંકેત પણ હોઇ શકે છે.
કિડની ખરાબ થવાનો બીજો સંકેત પગમાં અચાનક સોજા આવવા છે. હાથ અને પગમાં સુજન ઘણા કારણોથી થઈ શકે છે પરંતુ કેટલીકવાર કિડની ખરાબ થવાના કારણે હાથ અને પગ પર સુજન આવી જાય છે. કારણ કે જ્યારે કિડની યોગ્ય રીતે કામ ન કરી શકે જયારે લોહીનું અચાનક દબાણ ધીમું અને વધી જાય છે અને લોહીનું દબાણ વધી જવાના કારણે પગ ઉપર સોજા આવી જાય છે. જે કિડની ખરાબ થવાનો એક સંકેત છે. કિડની ખરાબ થવાનો આ સૌથી સામાન્ય સંકેત જોવા મળે છે.
શરીર પર લાલ ધબ્બા થવા એ પણ કિડની ખરાબ થવાનો એક સંકેત હોઈ શકે છે. જ્યારે કિડની યોગ્ય રીતે કામ ન કરે ત્યારે શરીરના કેટલાક ઝેરીલા તત્વોને એક ફિલ્ટર કરી શકતી નથી.
કિડની ખરાબ થાય ત્યારે વ્યક્તિમાં થાકનો અનુભવ પણ જોવા મળી શકે છે. વ્યક્તિ અસ્વસ્થ મહેસૂસ કરે છે જ્યારે આવા લક્ષણો જણાય ત્યારે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ.
જ્યારે કોઈ વ્યક્તિને યુરિન કરતા સમયે ખુબ જ દુખાવો થાય અથવા તો જલન નો અનુભવ થાય અને જો વારંવાર યુરિન થાય તોતે કિડની ખરાબ થવાનો મોટો સંકેત માની શકાય જેમાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ. કિડની ખરાબ થવાથી ફેફસામાં પાણી ભરાઈ શકે છે જેથી શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. બ્લડ-પ્રેશરનો પ્રૉબ્લેમ થવો એ પણ કિડનીની બીમારીનો એક સંકેત હોઈ શકે છે. જો રોગીને બ્લડ-પ્રેશરનો પ્રૉબ્લેમ હોય અને લોહીની ઉણપ હોય તો કિડનીની સમસ્યા હોવાની સંભાવના હોઈ શકે છે.
કિડની આપણા શરીર માટે ખૂબ જ મહત્વનું અંગ છે. જેથી કિડનીને લગતી કોઈપણ સમસ્યામા લાપરવાહી ન કરવી જોઈએ. કિડની રાતોરાત ખરાબ નથી થતી પરંતુ વર્ષો સુધી ની ખરાબ જીવનશૈલી, ખરાબ ખાન-પાન એક સમય એવોઆવે છે જ્યારે કિડની ખરાબ થઈ જાય છે.