ઘરમાં રહેલ કાચ કે અરીસાનું તૂટવું એ અશુભ નહિ પરંતુ શુભ છે, જાણો તેના શુભ સંકેત વિશે.

Astrology

 

આપણને ઘણા બધા એવા સંકેતો મળે છે જેનાથી આપણને ખબર પડે છે કે આ શુભ છે કે અશુભ. જેમ કે કોઈ કાળી બિલાડી રસ્તો કાપે, જમણી કે ડાબી આંખ ફરકાવી, ઘરેથી બહાર જતી વખતે છીંક આવવી, આ ઉપરાંત ઘર અંગને કૂતરાંનું રડવું અથવા દૂધ ઉભરાઇ જવું વગેરે જેવી ઘટનાઓ જો બનતી હોય તો તેને અશુભ માનવામાં આવે છે. આ બધામાં કાચનું તૂટવું પણ આવી જાય છે. ઘણા લોકો મને છે કે ઘરમાં રાખેલો કાચ કે અરીસો તૂટી જાય તો તે અશુભ સંકેત છે. આમ થવાના લીધે નજીકના ભવિષ્યમાં કૈક ખરાબ બનાવ બનશે. પણ વસ્તુ અનુસાર એ અશુભ નહિ પણ શુભ ઘટના છે.

વાસ્તુ અનુસાર જો ઘરમાં રહેલો કોઇ અરીસો કે કાચ અચાનકથી તૂટી જાય છે. તો તેનો અર્થ એમ થાય છે કે ઘર પર કોઈ આવનારું સંકટ કાચએ પોતાના ઉપર લઇ લીધુ છે જેથી કરીને સંકટ દૂર થઇ ગયું છે. ત્યારબાદ આ તૂટેલા કાચને તરત જ ઘરની બહાર નાખી દેવો જોઈએ. આ ઉપરાંત ઘરમાં રહેલ બારી અને દરવાજાનો કાચ જો અચાનકથી તૂટી જાય કે એમાં તિરાડ પડે તો તે અપશુક્ન નહિ પરંતુ શુકન ગણાય છે. એનો સંકેત એમ થાય છે કે આવનારા દિવસોમાં તમારા ઘરમાં કોઇ ખુબ જ સારા અથવા શુભ સમાચાર આવશે.

વાસ્તુના નિયમો અનુસાર જો કાચ અથવા અરીસો અચાનક તૂટી જાય છે તો તેનો મતલબ મ થાઉં છે કે ઘરમાં ચાલી રહેલ જૂનો વિવાદ સમાપ્ત થવાનો છે. ઉપરાંત જો કોઈ વ્યક્તિ બીમાર હશે તો તે પણ સ્વસ્થ થઇ જશે. આ સિવાય કાચ કે અરીસાની ખરીદી કરતી વખતે હંમેશા ધ્યાન રાખવું કે તેનો આકાર ગોળ કે ઈંડાંકારનો ન હોવો જોઈએ. આ આકારનો અરિસો રાખવાથી ઘરની સકારાત્મક ઊર્જાને દૂર થાય છે અને તે નકારાત્મક ઊર્જામાં બદલી જાય છે. તેથી જ શક્ય હોય ત્યાં સુધી ચોરસ આકારનો જ અરીસો લાવવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *