તમને સ્નાન કરતા વખતે પેશાબ આવે છે? જાણો આ કોઈ ગંભીર બીમારીના લક્ષણ છે કે તમારા શરીર માટે ફાયદાકારક.

Health

મિત્રો, મોટા ભાગના વ્યક્તિઓને સવારે નહાતી વખતે પેશાબ કરવાની ટેવ હોય છે. પરંતુ એવું ઘણી વખતે મનમાં મુંઝાય છે કે આમ કેમ થાય છે. મનમાં એ સવાલ પણ થાય છે કે આ કોઈ ગંભીર બીમારીનું લક્ષણ તો નહીં હોયને? એક સર્વે અનુસાર ઘણા લોકો સ્નાન કરતી વખતે બાથરૂમમાં પેશાબ કરે છે. સ્નાન કરતી વખતે આપણું શરીર ઠંડા પાણીમાં રહેવાથી મૂત્રાશય પર દબાણ પડે છે અને આ કારણે મૂત્ર તંત્ર સક્રિય બની જાય છે. એટલે નહાતી વખતે ઘણીવાર ઘણાં લોકોને પેશાબ આવવાની સમસ્યા થાય છે.

ઘણા લોકો મનમાં મુંઝાય છે અને મનમાં ચિંતા પણ કરી છે કે આ તેમની કોઇ શારીરિક ગંભીર બીમારીનું કારણ તો નહીં હોય ને. પરંતુ નાં કરતી વખતે બાથરૂમમાં પેશાબ આવવું એ તેમના શરીર માટે ઉત્તમ માનવામાં આવે છે. નહાતી વખતે પેશાબ કરવું એ પર્યાવરણની સાથે શરીર માટે પણ સારું હોય છે. નહાતી વખતે પેશાબ કરવો એ સાંભળવામાં ખરાબ લાગી શકે છે પરંતુ શરીર માટે તે ફાયદાકારક છે.

નહાતી વખતે જ્યારે પેશાબ આવે છે અને તમે બાથરૂમમાં પેશાબ કરો છો એ વખતે તમને તમારા બ્લેડર માં રાહત મળે છે. પેશાબમાં સંક્રમણ પેદા કરવા ખતરનાક માત્રામાં બેક્ટેરિયા નથી હોતા. તેથી તેનાથી તમને નુકસાન પણ થતું નથી. પગમાં કટ પડ્યો હોય કે ક્યાક ઘા પડેલો હોય તોપણ પેશાબથી કોઈ ઇન્ફેક્શન થતું નથી. મુત્રમાં યુરિયા હોય છે જે એક યૌગિક છે જેનો ઘણા ત્વચા ઉત્પાદકોમાં વપરાશ થાય છે.

કેટલાક લોકોનું માનવું છે પગ ઉપર પેશાબ કરવાથી ફંગલ ઇન્ફેક્શનની રોકવા અને તેના ઈલાજમાં મદદ રૂપ થાય છે. સ્વસ્થ માણસમાં મૂત્ર પાણી, ઇલેક્ટ્રોલાઇટ્સ અને યુરિયાથી બનેલું હોય છે જે શરીર માટે નુકસાનકારક હોતું નથી. એટલે જ કદાચ નહાતી વખતે બાથરૂમમાં જ પેશાબ આવી જતો હોય તો તે ચિંતા કરવા જેવી બાબત નથી. શરીર માટે તે ફાયદાકારક જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *