જો તમને આવા 5 સપના આવે છે તો તેના વિશે બીજાને કદી કહેતાં નહીં, જીવનભર પછતાવું પડશે.

Astrology

મિત્રો, રાત્રે ઊંઘતી વખતે દરેક વ્યક્તિને સપના આવતા હોય છે. સપના આવવા એક સામાન્ય પ્રક્રિયા છે જે દરેકને આવે છે. કેટલાક સપના એવા હોય છે ઉંઘમાંથી ઉઠ્યા પછી આપણને યાદ રહેતા નથી તો કેટલાક સપના હોય છે કે ઊંઘીને ઊઠ્યા પછી પણ આપણને સારી રીતે યાદ હોય છે. તમે ઘણીવાર ઊંઘીને ઊઠ્યા પછી આવેલું સપનું પરિવારના લોકોને અને મિત્રોને કહ્યું હશે અને તેમના મોઢેથી સાંભળ્યું પણ હશે. પરંતુ ઘણા ઓછા લોકોને એ ખબર હોય છે કે કેટલાક સપના એવા હોય છે જેને આપણે કોઈને પણ કહેવા જોઈએ નહીં.

શાસ્ત્રોનું માનીએ તો આવા સપના અન્ય લોકોને કહેવું એ ખોટું છે. તેનાથી એ સપનાથી ભવિષ્યમાં મળવા વાળું ફળ સમાપ્ત થઈ જાય છે. સૌથી પહેલા તો પ્રકૃતિ સંબંધિત સપનું કદી પણ કોઈને કહેવું જોઈએ નહીં. તમે કોઈ એવું સપનું જોયું છે જેમાં તમે પ્રકૃતિના ખૂબ જ નજીક હોય જેમ કે સપનામાં સમુદ્ર,વૃક્ષો,પર્વતો નદી જેવી બાબતો દેખાય તો ખૂબ જ નજીકના ભવિષ્યમાં તમારા જીવનમાં સારા સમાચાર આપવાના હોય છે. જે રીતે પ્રકૃતિના નજીક જઈને આપણું મન પ્રસન્ન થઈ જાય છે ઠીક એવી જ રીતે આવા સપના નો મતલબ પણ આપણું જીવન સુખી સમૃદ્ધ થઈ જવાનો હોય છે. પરંતુ આવા સપના વિશે આપણે કોઈને કહી દઈએ છીએ તો બની શકે છે તમે સપનાના ફળથી વંચિત રહી જાઓ.

ઘણીવાર આપણને એવા સપના આવે છે જેમાં આપણી પોતાનુ અથવા બીજા કોઇ વ્યક્તિનુ મૃત્યુ થતાં જોઈએ છીએ. આવા સપના જોયા પછી ઘણીવાર આપણે ડરી જઈએ છીએ. પરંતુ આવા સપના જોઈને ગભરાવવું જોઈએ નહીં. પરંતુ મૃત્યુ ના સપના તમારી પરેશાનીઓને દૂર થવાનો સંકેત આપે છે. પરંતુ તમે જો સપના વિશે બીજા કોઈને કહી દો છો તો સપનાંઓની થવાવાળી અસર સમાપ્ત થઈ જાય છે. ત્રીજા પ્રકારના સપના સર્પ દર્શન સંબંધિત છે. જ્યારે સપનામાં સાપ દેખાય તો ડરવાની કોઈ જરૂર નથી કારણ કે સપનામાં સાપ દેખાવું તે આવવા વાળા સમયમાં તમારા વેપારમાં વૃદ્ધિ અને કાર્યોમાં સફળતા તરફ સંકેત આપે છે. સપનામાં સાપ દેખાવાથી ધન લાભની સંભાવના હોય છે. આવા સપના વિશે પણ કોઈને કહેવું જોઈએ નહીં.

જો તમને સપનામાં કોઈપણ ભગવાનના કોઈપણ રીતે દર્શન થઈ જાય તો તેનો મતલબ છે ખૂબ જ નજીકના સમયમાં તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. સપનામાં ભગવાનના દર્શનનો મતલબ જ કોઈ મોટી સફળતા થી જોડાયેલો છે. સપનામાં થયેલા ભગવાનના દર્શનથી આવા સમયમાં તમને કોઈને કોઈ મોટી ખુશખબરી અવશ્ય મળશે. એટલા માટે જ આવા સપનાની વાત પણ બીજા કોઈને ન કરવી જોઈએ. શું તમે સપનામાં કોઈપણ પ્રકારની માછલીને પાણીમાં તરતી જોઈ હોય અથવા તમે કોઈપણ ને માછલી પકડતા જોયા હોય તો તે ખૂબ જ શુભ સપનું માનવામાં આવે છે. માછલી દેખવાનો મતલબ છે અચાનકથી જ ધનલાભ પ્રાપ્ત થવો. આ સપનાનું ફળ તમને આગળના એક મહિનામાં જ મળી જાય છે એટલા માટે સપના વિશે બીજા કોઈ વ્યક્તિને વાત ન કરવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *