પોતાની મનોકામના પુરી કરવા માટે લોકો સોમવારના દિવસે શિવજીની કૃપા મેળવવા વ્રત રાખતા હોય છે. અને શિવજી નો જાપ પણ કરતા હોય છે. પણ આ સાથે જ શિવજીને શું અર્પણ કરવું જોઈએ જેનાથી આપણને પ્રભુના અર્શીર્વાદ ખુબ જ જલ્દી મળી શકે? તો ચાલો જાણીયે. જો તમારા ઘરમાં ઝઘડા કે કલેશ થતા રહેતા હોય અને એનું કોઈ જ નિવારણ ના મળતું તો સોમવારના દિવસે શિવજીને ધતુરો અર્પણ કરવો. આમ કરવાથી ઘરના કલેશ તેમજ ઝઘડાનું નિવારણ આવી જશે.
શનિદોષ હોય અને તેને દૂર કરવા માંગતા હોવ તો શુદ્ધ જળ લેવું, તેમાં કાળા તલ મેળવીને શિવલિંગ પર અભિષેક કરવો. આમ કરવાથી શાણિસોધ દૂર થશે. ઘરમાં રહેલા મહાદેવનું ચિત્ર રાખી રોજ તેની સામે દરરોજ કે દર સોમવારના દિવસે ગાયના ઘીનો દિવો કરવો. આમ કરવાથી જીવનની બધી જ આધિ, વ્યાધિ તેમજ ઉપાધિ દૂર થશે. સોમવારના દિવસે દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે ભોળેનાથનો મંત્રનો જાપ ભૂલ્યા વગર જરૂરથી કરવો.
સોમવારના દિવસે શિવલિંગ પર માત્ર શુદ્ધ જળથી જ અભિષેક કરવામાં આવે તો જે તે વ્યક્તિનું જીવન સફળ થઇ જાય છે તેવી માન્યતા છે. આ સાથે જ શક્ય હોય તો સોમવારના દિવસે દાન પણ કરવું જોઈએ. દાનમાં તમે ચોખા, દહીં તેમજ સફેદ કપડા અથવા દૂધ કે પછી અન્ય કોઈ સફેદ મિઠાઈ પણ દાનમાં આપી શકો ચો.