શ્રી કૃષ્ણે કહ્યું છે, સફળ વ્યક્તિ આ 1 વિચારનો ત્યાગ કરી દે છે.

Astrology

મિત્રો, સૃષ્ટિના પાલનહાર અને દરેક પ્રાણીઓના માર્ગદર્શક એવા ભગવાન શ્રીકૃષ્ણ સદાય દરેક પ્રાણી, જીવજંતુ અને મનુષ્યને જીવન જીવવાનો ઉત્તમ રાહ બતાવે છે. દરેક સજીવના મુશ્કેલી ભર્યા સમયમાં ભગવાન તેને અવશ્ય માર્ગ બતાવે છે પરંતુ ઘણીવાર મનુષ્ય તે માર્ગ ઉપર ચાલી શકતો નથી અને છેવટે નિષ્ફળ થાય છે. ભગવદગીતા દ્વારા પણ ભગવાન શ્રીકૃષ્ણને મનુષ્યને કેવા કર્મો કરવા જોઈએ અને કેવા કર્મોથી દૂર રહેવું જોઈએ તેનું જ્ઞાન સમગ્ર સૃષ્ટિને આપ્યું છે.

શ્રીકૃષ્ણ કહે છે વિચાર કરવો એ મનુષ્યનો સ્વભાવ છે. અને સમજી-વિચારીને નિર્ણય લેવો એ પણ મનુષ્યનું કર્તવ્ય છે. અને પોતાના નિર્ણય વડે આ દુનિયાને બદલવાના વિચારની સાથે હંમેશા આગળ વધતું રહેવું. પરંતુ ભગવાન કહે છે કે દરેક મનુષ્ય પોતાના નિર્ણયમાં સફળ પરિણામ મેળવી શકતો નથી. આ સંસારમાં દરેક મનુષ્ય પોતાના કાર્યો અને નિર્ણય વડે દુનિયાને બદલી શકતા નથી. સંસારમાં અમુક જ માણસો પોતાના કાર્યો તથા નિર્ણય વડે આ સમગ્ર સંસારને બદલી શકે છે. આવું કેમ થાય છે કે દરેક વ્યક્તિ પોતાના વિચારો તથા નિર્ણય થકી સંસારને બદલી શકતો નથી.

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે ડર અને ભય તેનું કારણ છે. બસ આટલું જ અંતર સફળ અને અસફળ વ્યક્તિઓ વચ્ચે હોય છે. સફળ વ્યક્તિઓ એ હોય છે કે પોતાના વિચારોથી પોતાના નિર્ણયથી આ સંસારને બદલી દે છે. અને અસફળ લોકો એવા હોય છે જે આ સંસારના ભયથી પોતાના વિચારો અને પોતાના નિર્ણય બદલી દે છે.

શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જો તમે આ સંસારમાં કઈ પણ બદલવા ઈચ્છો છો તો તમારા લક્ષ્ય સુધી પહોંચવાનો તમારો માર્ગ બદલો પરંતુ પોતાના વિચારો અને પોતાનો નિર્ણય નહીં. એટલે જ ભગવાને કહ્યું છે કે સંસારના ભયથી જે પોતાનો નિર્ણય બદલે એ કદી પણ પોતાના કાર્યમાં સફળ નહીં થાય પરંતુ પોતાના નિર્ણયથી સંસારને બદલી એ જ બનશે આ દુનિયામાં સફળ વ્યક્તિ તો પ્રેમથી બોલો ‘રાધે રાધે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *