મિત્રો, આ મન છે જે તમારું સૌથી મોટું મિત્ર છે અને સૌથી મોટો દુશ્મન પણ છે. જ્યારે આપણે સંપૂર્ણ રીતે મનના હિસાબથી ચાલીએ છીએ તો મન આપણને ભટકાવી દે છે અને જ્યારે આપણે મનને કંટ્રોલ કરીને આપણા હિસાબથી ચાલીએ છીએ ત્યારે જિંદગીમાં જે જોઈએ છે તે બધું જ પ્રાપ્ત થાય છે. પરંતુ મનને પોતાના હિસાબથી ચલાવવું આજના સમયમાં ખૂબ જ મુશ્કેલ છે. જિંદગીમાં અત્યાર સુધીતો મન એ જેવી રીતે આપણને કહ્યું એવી રીતે જ આપણે કરતા રહ્યા છીએ. પરંતુ હવે મન એક બીમારી બની રહ્યું છે અને આખો દિવસ મનમાં વિચારો જ ચાલ્યા કરે છે. લોકોને ટેન્શન, ડિપ્રેશન, ઓવરથિન્કિન્ગ જેવી પરેશાનીઓ થઈ ગઈ છે.
આના કારણે બધું જ હોવા છતાં દરેકના જીવનમાં અશાંતિ અને બેચેની આવી ગઈ છે. બધું જ હોવા છતાં લોકો કહે છે કે અમે ખુશ નથી. મનમાં શાંતિ નથી. જો મનની શાંતિ ઈચ્છો છો અને હંમેશા ખુશ રહીને જીવવા માંગો છો તો આ 5 વાતો અવશ્ય ધ્યાનમાં રાખો. પહેલી વાત એ કે હંમેશા સારું સાંભળો, સારું જુઓ સારું વાંચો. તમે જે પણ જુઓ છો સાંભળો છો તેનો આપણા મગજમાં સંગ્રહ થઈ જાય છે. હવે કેટલાક લોકોને એવું લાગશે કે આનાથી શું ફરક પડે? પરંતુ એક એક શબ્દ, એક એક દ્રશ્ય તમારા મન ઉપર ખૂબ જ ઊંડી અસર કરે છે. તમે એ બધું જ વિચારવાનું શરૂ કરી દેશો જે તમે સાંભળ્યું હશે અને જે તમે જોયું હશે. આખો દિવસ નેગેટિવ વાતો સાંભળીને અને જોઈને તમારું મન વિચારવાનું શરુ કરી દે છે. અને ધીરે ધીરે એ તમારા વિચારો તમારો વિશ્વાસ બની જાય છે. જો તમે રોજ એ જ સાંભળતા રહેશો કે બધા બેઈમાન છે તો ધીરે-ધીરે એ જ તમારો વિશ્વાસ બની જશે. એટલે નેગેટિવ અને પોઝિટિવ વિચારોને ઓળખવાનો સૌથી આસાન રસ્તો એ છે કે જે વિચારો તમારા મનમાં ડર, બેચેની, ચિંતા,અશાંતિ વધારે છે તે નેગેટિવ વિચારો છે અને જે વિચારો મનને શાંતિ, સુકુન, સમજ અને જ્ઞાન આપે છે તે પોઝિટિવ વિચારો છે.
બીજી વાત કે જ્યારે પણ તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને ખાવાની ચીજ વસ્તુઓ બદલવાનું કહે છે. એવી જ રીતે જ્યારે મન બીમાર હોય ત્યારે તમારે તમારી ઈમોશનલ ડાયટ બદલવી પડશે કારણ કે જો તમે બધા જ પ્રકારની ભાવનાઓને સ્વીકારતા રહેશો તો તે તમારી આદત બની જશે. કેમકે તમે ઈર્ષા, ગુસ્સો ,બેચેની ચીડિયાપણું આ બધી ભાવનાઓને કંટ્રોલ નહીં કરો તો તે તમારી આદત બની જશે. જીવનમાં કેટલાક નીતિ નિયમો બનાવી લો જેમકે જીવનમાં કદી પોતાના માટે કે બીજાના માટે પણ ખરાબ વિચારવુ નહીં.
ત્રીજી વાત એ છે કે જે રીતે તમે દિવસની શરૂઆત કરો છો પછી આખો દિવસ તમારામાં એ જ એનર્જી કામ કરે છે. એટલે સવારે જે વિચારો તમે તમારા મનને આપશો એ વિચારોની અસર આખો દિવસ રહે છે. એટલે સવારે ઊઠીને હંમેશા પોઝીટીવ વિચાર સાથે ઊઠવું અને પોઝિટિવ સમાચાર જ સાંભળવા. વહેલી સવારે નેગેટિવ વાતો અને નેગેટિવ સમાચારોથી દૂર રહેવું. ચોથી વાત એ છે કે ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનો ઉપયોગ ઓછો કરી દેવાથી પણ મન પ્રફુલ્લિત રહે છે. જમવા માટે ફક્ત દસ મિનિટનો સમય લાગે છે પરંતુ લોકો એ 10 મિનિટમાં પણ ટીવી જોવાનું છોડતા નથી. પછી લોકો ફરિયાદ કરે છે કે મનમાં અશાંતિ છે પરંતુ પહેલા ખાવાનું તો શાંતિથી ખાઈ લો. દસ મિનિટ પણ લોકો મન શાંત કરીને જમી શકતા નથી અને પછી કહેશે કે મન અશાંત છે.
પાંચમી વાત એ છે કે દરરોજ પોતાના માટે પંદર મિનિટ કાઢીને ધ્યાન અવશ્ય કરો. ધ્યાન મનને શાંત કરે છે અને સાથે વિચારોને પણ શાંત કરે છે. નિયમિત ધ્યાન કરવાથી તમારું મન સ્થિર રહેવા લાગે છે અને મનનો ભટકાવ ઓછો થવા લાગે છે. તમે પોતાની જાતને શાંત અને પ્રસન્ન મહેસૂસ કરશો. આ 5 વાતો તમે તમારી જિંદગીનો હિસ્સો બનાવી લો તો વિશ્વાસ રાખજો કે તમારું મન હંમેશા પ્રસન્ન રહેશે. તમે હંમેશા શાંતિ મહેસૂસ કરશો અને બહારની પરિસ્થિતિઓ તમારા મન પર વધુ અસર નહીં કરી શકે. મનમાંથી તમામ નેગેટિવ વિચારો, ડિપ્રેશન બધું જ દૂર થઈ જશે અને તમને સફળ થવાથી કોઇ રોકી શકશે નહીં.