હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કારથી જોડાયેલી ઘણી બધી માન્યતાઓ છે. એમાંથી એક માન્યતા એવી પણ છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય ત્યારે મહિલાઓએ સ્મશાન ઘાટ ન જવું જોઈએ. ગરુડ પુરાણમાં મહિલાઓએ સ્મશાન ઘાટ કેમ ન જવું જોઈએ તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.
ગરુડ પુરાણ અનુસાર મહિલાઓને પુરુષો કરતા નરમ હૃદય હોય છે. અને એવી માન્યતા છે કે મૃત શરીરને અગ્નિદાહ આપતી વખતે જો કોઈ રડે છે તો તે મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળતી નથી. મહિલાઓ જ્યારે મૃતક શરીરને બળતા જુવે ત્યારે તે રડ્યા વગર રહી શકે નહીં તે માટે મહિલાઓને સ્મશાનઘાટ લઈ જવી વર્જિત છે. અગ્નિદાહ આપતી વખતે મૃતક શરીરના કપાળ પર લાકડી વડે મારવું પડે છે તે મહિલાઓ અને બાળકો માટે પીડાદાયક દ્રશ્ય બની શકે છે અને તેમને માનસિક અસર કરી શકે છે.
ગરુડ પુરાણમાં વર્ણિત માન્યતાઓમાંથી એક માન્યતા એ પણ છે કે મૃતક શરીરને અગ્નિદાહ માટે લઇ ગયા બાદ ઘરને સ્વચ્છ અને પવિત્ર કરવું ખૂબ જ જરૂરી હોય છે. તેના માટે કોઈએ ઘરે રહીને આ કાર્યને વિધિ-વિધાનથી કરવું ખૂબ જ જરૂરી હોય છે. આ જવાબદારી મહિલાઓ ખૂબ જ સારી રીતે નિભાવી શકે છે. માટે શાસ્ત્રોમાં પુરુષોને સ્મશાનઘાટ જઈને અગ્નિદાહ આપવાની જવાબદારી તથા મહિલાઓને ઘરે રહીને અન્ય જવાબદારી પુરી કરવાની રહે છે.
જ્યારે પુરુષો અગ્નિદાહ કરીને ઘરે આવે છે ત્યારે મહિલાઓ પુરુષને કરાવીને તેમને પવિત્ર કરે છે. જ્યારે કોઈ વ્યક્તિને સળગાવવામાં આવી છે ત્યારે વાતાવરણમાં કીટાણું ફેલાઈ જાય છે અને તે બીમારીનું કારણ બની શકે છે. માટે ઘરે આવીને આ કીટાણુંઓથી મુક્ત થવા માટે પુરુષોને સ્નાન કરાવવામાં આવે છે. અને શુદ્ધ થયા બાદ તેમને ઘરમાં પ્રવેશ કરવામાં આવે છે.