શાસ્ત્રોમાં કહ્યું છે,સાવરણીને ઘરમાં આ દિશામાં રાખશો તો કંગાળ બનાવી દેશે.

Astrology

મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરની રોજ સાફ સફાઈ થતી નથી તેવા ઘરમાં માતા લક્ષ્મી રહેતા નથી. આવા ઘરમાં દરિદ્રતા રહે છે જેથી ઘરની સાફ-સફાઈ દરરોજ કરવી જોઈએ. સૂર્ય ઉર્જા બાદ જો ઘરની સાફ-સફાઇ કરવામાં આવે તો ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. સફાઈ માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ સાવરણી છે. સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. મા લક્ષ્મી એવા ઘરમાં અવશ્ય પ્રવેશ કરે છે જ્યાં વાતાવરણ સ્વચ્છ અને સુંદર હોય.

ઘણીવાર આપણે સાવરણી સાથે એવી કેટલીક ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે ઘરમાં દરિદ્રતા આવે છે. અચાનક પૈસાની તંગી મહેસૂસ થવા લાગે છે. સૌથી જરૂરી વાત એ છે કે સામને હંમેશા બીજા લોકોની નજરથી દુર રાખવી જોઈએ. ખુલ્લામાં રાખેલી સાવરણી ઘરમાં અને ઓફિસમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે. હંમેશા સાવરણીને એવી જગ્યા પર રાખવી જોઈએ જેથી કોઈ ની નજર તેના પર ન પડે.

ઘણીવાર જૂનીપુરાણી સાવરણી તુટી ગયા બાદ પણ લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. ઘર કે ઓફિસની સાવરણી તૂટી જાય તો તરત જ તેને બદલી દેવી જોઇએ. તૂટેલી સાવરણીથી સફાઈ કરવી ઘરમાં અને ઓફિસમાં ઘણા બધા પ્રકારની પરેશાનીઓ લઈને આવે છે. ઘરમાં કોઈને કદી ઉભી મૂકવી ન જોઈએ. સાંજે સાવરણીના ઉપયોગથી કદાપિ સફાઈ ન કરવી જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. અને કદાચ જો રાતના સમયે સફાઈ કરવી જરૂરી હોય તો કચરાને ઘરમાંથી બહાર કાઢવો જોઈએ નહીં.

વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને ઘરની પશ્ચિમ દિશામાં રાખવી. પશ્ચિમ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાવરણીને રાખવા માટે ઉત્તર દિશા પણ શુભ માનવામાં આવે છે. કારણ કે ઉત્તર દિશા ધનની દિશા કહેવામાં આવે છે.સાવરણીને માતા લક્ષ્મી સમાન માનવામાં આવે છે જેથી તેને પગથી ઠોકર કદી પણ ન મારવી જોઈએ. સાવરણીને ઠોકર મારવી માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. શનિવારે નવી સાવરણી ખરીદવા માટે અતિ શુભ સમય માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *