મૃત વ્યક્તિના કપડા પહેરવા જોઈએ કે નહીં, શાસ્ત્રોમાં લખ્યું છે આ કારણ.

Astrology

મિત્રો, જ્યારે કોઈ મનુષ્ય મૃત્યુ થાય છે ત્યારે તે સંસારમાં પોતાની ઘણી વસ્તુઓ છોડી જાય છે. જેમ કે તેને ચીજવસ્તુઓ,મિત્રો તથા સગા સંબંધીઓ આ બધું જ અહીં મૂકીને જાય છે. આપણા ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે તે મૃત વ્યક્તિના કપડા કદી પણ પહેરવા ન જોઈએ. એના પાછળ ધાર્મિક કારણ શું છે એ આજે આપણે જાણીશુ. મૃત વ્યક્તિના કપડા ન પહેરવા પાછળનું એક મોટું કારણ તો એ છે કે તે આપણને કમજોર બનાવી શકે છે કારણકે મૃત પરિજનના કપડા પહેરવાથી તેમની યાદ વધારે આવે છે. અને માનસિક રૂપથી આપણે કમજોર બનીએ છીએ.

મૃત વ્યક્તિના કપડા પહેરવાથી વ્યક્તિ મૃત વ્યક્તિને ભૂલીને જિંદગીમાં આગળ વધી શકતો નથી. જેથી આવા મૃત પરિજનના કપડા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી દેવું એ જ ઉત્તમ કાર્ય છે. મૃત વ્યક્તિની આત્મા પણ પોતાના પરિવારજનો મોહ છોડી શકતી નથી. અને મૃતકોની ચીજો રાખવાથી તેમને આપણે આપણી સાથે બાંધી રાખીએ છીએ. કોઈપણ આત્માને શાંતિ માટે દાન-પુણ્ય કરવામાં આવે છે. આ સમયે જ મૃતકોના કપડાં પણ દાન કરી દેવામાં આવે તો એ વધારે સારું ગણાય છે.

આપણે એ સત્યને પણ ભૂલવું ન જોઇએ કે મૃત્યુ પછી પણ જીવન છે. મૃત્યુ અંત નથી પરંતુ તે આત્માની એક નવી શરૂઆત છે જેથી પ્રયત્ન કરવો જોઈએ કે મૃતકના કપડાં કે અન્ય કોઈ સામાનના કારણે મુક્ત થયેલી આત્મા બાધિત ન બને. જ્યારે આત્મા શરીર માંથી નીકળે છે ત્યારે તે ઊર્જા રૂપે બીજા લોકમાં ચાલી જાય છે જેથી તેમની સાથે જોડાયેલી તમામ ચીજવસ્તુઓની ઉર્જા મરી જાય છે. કોઈ જીવિત વ્યક્તિ માટે આ કપડામાં મોજુદ મૃત ઉર્જા કોઈપણ હિસાબથી ઉપયોગી થતી નથી ઊલટાનું તે આપણને નુકસાન જ કરશે.

કોઈ વ્યક્તિ પોતાની ઇચ્છાથી જ કોઈ મૃત વ્યક્તિના કપડાં પહેરવા ઈચ્છે છે તો તેના માટેની વિધિ પણ છે. મૃતકના મૃત્યુના ૪૦ દિવસ સુધી તેમની કોઈપણ ચીજ વસ્તુઓને વાપરવી જોઈએ નહીં. આપણા નજીકના કોઈ મંદિર માં જઈ પૂજારી પાસે કપડાનો અભિષેક અને ગંગાજળથી પવિત્ર કરાવ્યા પછી આપણે તે કપડાં ધારણ કરી શકીએ છીએ. જેનાથી કપડામાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. હર હર મહાદેવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *