પાર્વતીજીએ શંકર ભગવાનને પૂછ્યું, પ્રભુ દુઃખી લોકોને જ દુઃખ કેમ મળે છે, ભગવાને જણાવ્યું હતું આ કારણ.

Astrology

મિત્રો, તમે જોયું હશે જે લોકો દુઃખી હશે તેમના જીવનમાં નીત નવા દુઃખ આવતા જ રહે છે અને જે લોકો સુખી હશે તેમનું સદા સારું થતું જ રહે છે. જે લોકો પહેલાથી જ દુઃખી છે એ લોકોની સમયની સાથે સાથે દુઃખ પણ વધે જાય છે. આ વિષય ઉપર માતા પાર્વતીએ એક વાર ભગવાન શિવને પૂછ્યું,” પ્રભુ મેં પૃથ્વીલોક પર જોયું છે કે જે લોકો દુઃખી છે નિયતિ તેમને વધુ દુઃખ આપે છે અને જે લોકો સુખી છે તેમને વધુ ને વધુ સુખ મળ્યા જાય છે, હું આજે જાણવા માગું છું કે પ્રભુ તમે આવું કેમ કરો છો. પ્રભુ માતા પાર્વતીના આ શબ્દો સાંભળીને સમજી ગયા કે માતા પોતાના ભક્તોને દુઃખી જોઈને દુઃખી છે.

માતા પાર્વતીને આ વાત સમજાવવા માટે ભગવાન પાર્વતી માતાને મનુષ્યનો વેશ ધારણ કરીને ધરતી પર લઈ ગયા. ભગવાને પાર્વતી માતાને કહ્યું કે આપણે પૃથ્વી પર છીએ તેથી સૃષ્ટિના નિયમોનું પાલન કરવું પડશે. હું ક્યાંક જઈને ભોજનની વ્યવસ્થા કરું છું તમે ભોજન બનાવવાની બીજી વ્યવસ્થા કરો. માતા રસોઇ કરવા માટે ઈંટો લેવા માટે ચાલ્યા ગયા. ગામ માં રહેલા કેટલાક જળચર મકાનોમાંથી ઈટો લાવીને માતા પાર્વતીએ ચૂલો બનાવ્યો. પ્રભુ ખાલી હાથે આવ્યા અને માતાએ પૂછ્યું કે તમે તો કંઈ જ લાવ્યા નહીં હવે ભોજન કેવી રીતે બનશે.

ભગવાન શિવજીએ કહ્યું, હવે તને એની જરૂર નહીં પડે. માતા પાર્વતી આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાન શિવજીએ કહ્યું કે તમે આ ઈટો ક્યાંથી લાવ્યા. ત્યારે માતાએ કહ્યું કે હું જર્જર મકાનોમાંથી આ ઈટો લાવી છું. ત્યારે ભગવાને કહ્યું તો એનો મતલબ એ છે કે તમે એ જ મકાનને ખરાબ કરી દીધું જે પહેલેથી જ ખરાબ છે. તમે કોઈ સારા મકાનમાંથી પણ ઈટો લાવી શકતા હતા. માતા પાર્વતીએ કહ્યું કે જે સારા મકાનો હતાં તે મકાન માલિકે પોતાના મકાનને ખૂબ જ સારી રીતે સાચવેલા હતા તો હું કેવી રીતે એમનું મકાન ખરાબ કરુ? ભગવાન શિવજીએ કહ્યું કે હવે તમે સમજ્યા હશો જિંદગી તમને સારા ઘરની સુંદરતા બગાડવી યોગ્ય ન લાગી એ રીતે નિયતિ પણ કામ કરે છે.

જે લોકોએ પોતાના કર્મોથી પોતાના જીવનને ઉત્તમ બનાવ્યું છે તો નિયતિ એવા લોકોને કષ્ટ કેવી રીતે પહોંચાડી શકે છે? ભગવાને કહ્યું કે કહેવાનો મતલબ એ છે કે સંસારમાં જે પણ લોકો સુખી છે તે પોતાના કર્મો દ્વારા જ સુખી છે અને જે લોકો દુઃખી છે તે પણ પોતાના કર્મો દ્વારા જ દુઃખી છે. જેથી મનુષ્ય પોતાના જીવનમાં એવા કર્મ કરવા જોઈએ જેથી જીવનની એવી ઇમારત ઊભી થાય તે કોઈ પણ એમાંથી એક પણ ઈટ કાઢી શકે નહીં. પ્રભુએ પાર્વતીને કહ્યું કે મનુષ્ય દરેક ક્ષણ પોતાનું કર્મ કરે છે, મનુષ્ય કઈ ના કરી એ પણ એનું એક કર્મ જ છે. અને આ કર્મો આગળ જઈને મનુષ્યની નિયતિ બને છે. પ્રભુએ પાર્વતી માતાને કહ્યું કે ત્રણ પ્રકારના કર્મ હોય છે.

પહેલા પ્રકારનું કર્મ જે મનુષ્ય પોતાના મન દ્વારા કરે છે. મનમાં આવવાવાળા શુભ કે અશુભ વિચારથી માનસિક પુણ્ય કે પાપનો જન્મ થાય છે. મન માં આવેલા વિચારો પણ પાપ અથવા પુણ્ય બની જાય છે. વાચિક કર્મ બીજા પ્રકારના કર્મ છે. જેમાં મનુષ્ય પોતાની વાણી દ્વારા કરે છે. જો તમારી વાણી થી કોઈ પણ મનુષ્ય ને કષ્ટ પહોંચે તેનાથી વાચિક પાપનો જન્મ થાય છે. આ સૃષ્ટિમાં મનુષ્ય કહેલા પ્રત્યેક શબ્દ નું મહત્વ છે. કોઈ દુઃખી મનુષ્યને ખુશ કરી દે તો તેને વાચિક પુણ્ય મળે છે. ત્રીજા પ્રકારનું કર્મ શારીરિક કર્મ છે. જે મનુષ્ય કોઈ અન્ય મનુષ્ય તે પશુ,પક્ષી અને ઇજા પહોંચાડે આ બધા કૃત્ય પાપની શ્રેણીમાં આવે છે. જેથી દરેક મનુષ્યએ સેવા અને સહાયતા જેવા કર્મો કરવા જોઈએ.

આમ ભગવાન શિવે પાર્વતીને કહ્યું કે જે મનુષ્ય જેવા કર્મ કરે છે તેવું જ ભાગ્ય પ્રાપ્ત કરે છે. જીવનમાં સુખ અને દુઃખ લાવવું તે મનુષ્યના પોતાના હાથમાં જ છે. આ રીતે ભગવાને માતા પાર્વતીના માધ્યમથી આ સંસારને સુખી હોવાનું રહસ્ય કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *