શાસ્ત્રોમાં લખ્યું છે, આ કર્મો કરવાથી મળે છે મનુષ્ય જન્મ.

Astrology

મિત્રો, દરેક મનુષ્યએ જાણવા માટે ઉત્સુક હોય છે કે તે પાછલા જન્મમાં શું હતો અને તેનો આવવાવાળો જન્મ કઈ યોનીમાં થશે. ગરુડ પુરાણમાં મનુષ્યના દરેક કર્મના પાપ-પુણ્યના હિસાબ પ્રમાણે મૃત્યુ બાદ મળવા વાળી સજા તથા તેનો જન્મ કઇ યોનિમાં થશે તે પણ જણાવવામાં આવ્યુ છે. ગરુડ પુરાણમાં લખ્યું છે કે મનુષ્યનો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે તેનું ફળ આપવાનો અધિકાર ફક્ત પરમાત્મા પાસે છે. ગરુડ પુરાણ અનુસાર મનુષ્ય મૃત્યુ બાદ કઈ યોનિમાં જન્મ લેશે તે પણ તેના મૃત્યુ પહેલાં જ નિશ્ચિત થઈ જાય છે. અને તે મનુષ્યના કરેલા કર્મોના આધારે નક્કી થાય છે.

મિત્રો એવું નથી હોતું કે આ જન્મમાં આપણે મનુષ્ય યોનીમાં જન્મ લીધો છે એટલે હવે પછીના જન્મમાં પણ આપણે મનુષ્ય જ બનીશું. ગરૂડપુરાણ અનુસાર જે સારા કર્મ કરે છે તેને જ માનવ અવતાર મળે છે. ઘણા એવા જીવ જે પોતાના કર્મોના કારણે ૮૪ લાખ યોનિઓમાં ભટક્યા કરે છે. અને પછી અંતમાં તેમનો જન્મ માનવ શરીર સાથે થાય છે. ગરુડ પુરાણમાં લખેલી કથા અનુસાર એક વાર ઋષિઓએ મહર્ષિ વેદ વ્યાસને પૂછ્યું, કયા કર્મ કરવાથી કઈ યોનિમાં જન્મ મળે છે. જ્યારે વેદ વ્યાસજીએ કહ્યું કે જે વ્યક્તિ પારકી સ્ત્રી સાથે સંબંધ બનાવે છે અને હંમેશા સ્ત્રીનું અપમાન કરે છે તેને ભયાનક નર્ક ભોગવવું પડે છે. ત્યારબાદ આવું કરવા વાળા મનુષ્યને એક પછી એક 84 લાખ યોનીમાં ભટકવું પડે છે. તેમણે કહ્યું કે મનુષ્ય દરેક સ્ત્રીનું સન્માન કરવું જોઈએ નહીતો સૌથી પહેલા શિયાળનો અવતાર મળે છે પછી કુતરુ, ગીધ સાપ ,કાગડો અને બગલાનો અવતાર મળે છે.

ઘરમાં મોટો ભાઈ પણ આદરણીય હોય છે તેથી મોટાભાઈનું પણ કદી પણ અપમાન ન કરવું જોઈએ નહીં તો કોંચ નામના પક્ષીનો અવતાર મળે છે. કોંચ પક્ષીનું આયુષ્ય દસ વર્ષનું હોય છે. અને જો તેના પર ઈશ્વરની કૃપા થાય તો તે બીજા જન્મમાં મનુષ્ય યોનીમાં જન્મ લે છે. વેદ વ્યાસ ઋષિ ઓ ને કહે છે કે ચોરી કરવી એ મોટો ગુનો છે પછી એ સોનાની હોય કે વસ્ત્રોની હોય સોરી હંમેશા મહાપાપ છે. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ વસ્ત્રોની ચોરી કરે તો તે બીજા જન્મમાં પોપટ બને છે. જો વ્યક્તિ સુગંધિત પદાર્થની ચોરી કરે છે તો તે બીજા જન્મમાં છછુંદર બને છે

જ્યારે કોઈ વ્યક્તિ એ બીજા કોઈ વ્યક્તિની હત્યા કરેલી હોય તો તે વ્યક્તિ નો બીજો જન્મ ગધેડાની યોનીમાં થાય છે. ત્યારે એક વ્યક્તિએ વેદ વ્યાસજીને સવાલ કર્યો કે મનુષ્ય યોનીમાં જન્મ લેવા માટે કયા કર્મ કરવા પડે છે. વેદવ્યાસજીએ કહ્યું કે ગરુડ પુરાણ અનુસાર આમ તો 84 લાખ યોનીમાં જન્મ લીધા બાદ જ કોઈને મનુષ્ય યોનીમાં જન્મ મળે છે પરંતુ જો કોઈ મનુષ્ય સારા કર્મો કરે તો તેનો બીજો જન્મ પણ મનુષ્ય યોનિમાં જ થાય છે. જે વ્યક્તિ હંમેશા બીજાને મદદ કરે છે, પશુ પક્ષીઓ પર દયા રાખે છે. જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરે છે. અને કોઈ સ્વાર્થ વગર પોતાના ધનનો ઉપયોગ ધાર્મિક કાર્યો માટે કરે છે આવા મનુષ્ય નો બીજો જન્મ મનુષ્ય યોનીમાં થાય છે.

ગરુડ પુરાણમાં એ પણ લખવામાં આવ્યું છે કે મૃત્યુ સમયે મનુષ્યની આસક્તિ જે વસ્તુ તરફ હોય છે તેનો પછીનો જન્મ તેના પર નિર્ભર કરે છે. જો કોઈ વ્યક્તિ મૃત્યુ ના અંતિમ ચરણમાં કોઈ સ્ત્રી ને યાદ કરતા પ્રાણનો ત્યાગ કરે છે તો તેના બીજા જન્મમાં તેનું સ્ત્રી બનવું નિશ્ચિત છે . કહેવાય છે કે મનુષ્ય અંતિમ સમયમાં જ ઈશ્વરનું નામ લે તો તેને મુક્તિ મળવી નિશ્ચિત છે. એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ વખતે હંમેશા રામના નામનો જાપ કરવો જોઈએ. જયશ્રીરામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *