શું પતિ પત્નીનો સંબંધ સાત જન્મોનો હોય છે? શાસ્ત્રો મુજબ આ છે તેનું રહસ્ય.

Astrology

મિત્રો, પતિ-પત્નીથી જોડાયેલી એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પતિ પત્નીની જોડી ઉપરથી જ બનીને આવે છે. પતિ-પત્નીના પાછલા જન્મના સંબંધોને સમજવા માટે સૌથી મોટું ઉદાહરણ ભગવાન શિવનું લઈ શકાય. હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર શિવ ભગવાન પોતાની પત્ની સતીથી એટલો વધારે પ્રેમ કરતા હતા કે તેઓ તેમના વગર એક ક્ષણ પણ રહી શકતા ન હતા. બીજી તરફ માતા સતીને પણ પોતાના પતિ શિવજી પ્રત્યે એટલો પ્રેમ હતો કે શિવજીનું અપમાન થતાં તેમના પિતાના ઘરે યજ્ઞમાં આત્મદાહ કરી લીધો હતો. પરંતુ એ પ્રેમ જ હતો જેને સતી માતા ને બીજા જન્મમાં પાર્વતીના રૂપમાં ફરીથી ભગવાન શિવજીને પતિના રૂપમાં મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર પણ વિવાહ પતિ-પત્ની વચ્ચે જન્મ-જન્માંતરનો એવો સંબંધ હોય છે જેને કોઈ પણ પરિસ્થિતિમાં તોડી શકાતું નથી. વિવાહ એ બંધન છે જેમાં અગ્નિને સાક્ષી માનીને, સાથ ફેરા ફરીને બે તન મન તથા આત્મા એક પવિત્ર બંધનમાં બંધાઈ જાય છે. અધર્મી માણસ માટે વિવાહ એક સાધારણ સંસ્કાર માત્ર હોઈ શકે છે પરંતુ ધાર્મિક દ્રષ્ટિથી વિવાહનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. ફેરામાં લેવામાં આવતા સાત વચન ખૂબ જ મહત્વ છે. આ વચન ના માધ્યમથી જ પતિ અને પત્ની એકબીજાના કર્તવ્યો અને અધિકારો વિશે જણાવે છે.

જ્યારે પતિ અને પત્ની એકબીજાને પોતાની આત્મા કરતા પણ વધુ પ્રેમ કરે છે ત્યારે નિશ્ચિત પણે તેમને આ પ્રેમ બીજા જન્મમાં પણ કોઈના કોઈ રીતે એક કરી દે છે. કહેવાય છે કે મનમાં જેવા ભાવ હશે તો પરિણામ પણ એવું જ આવશે એટલે બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે અતૂટ પ્રેમ અને સ્નેહ બંધાઈ જાય છે ત્યારે તેમનો આત્મા પણ હંમેશા માટે એક બની જાય છે. જો તમારી પત્ની પાછલા જન્મમાં પણ તમારી સાથી હશે તો નિશ્ચિત રૂપથી તમારી પત્નીના મનમાં તમારા માટે અને તમારા મનમાં તમારી પત્ની માટે એક અલગ જ પ્રકારનો પ્રેમ અને ઊંડી લાગણી તથા સન્માન હશે.

ઘણીવાર આપણને કોઈ વ્યક્તિ જોતા જ ગમી જાય છે તો કોઈ વ્યક્તિને પહેલી વખત જોઈને પણ ઘૃણા ઉત્પન્ન થાય છે એનો જવાબ પણ ધર્મ ગ્રંથોમાં આપવામાં આવ્યો છે. ગ્રંથો અનુસાર આપણા ચિત્ત અને અંતઃકરણ માં લાખો જન્મોની સ્મૃતીઓ હોય છે પરંતુ આ સ્મૃતિઓ આપણને સ્પષ્ટ રૂપે સમજમાં આવતી નથી. પરંતુ એ સ્મૃતિના હોવાથી જ આપણને અમુક અમુક સમયે કોઈ વ્યક્તિ તો કોઈ જગ્યા આપણે પહેલીવાર જોઇ હોય છતાં આપણને પરિચિત લાગે છે. આપણને એવું લાગે છે કે આપણે અહીંયા પહેલા પણ આવી ચૂક્યા છીએ. પરંતુ આપણે તે વ્યક્તિને પહેલીવાર મળ્યા હોઈએ છીએ અને તે જગ્યા પર પણ પહેલીવાર ગયા હોઈએ છીએ. તમને પણ આવો અનુભવ થયો હશે કે કોઈ વ્યક્તિને તમે પહેલીવાર મળતા હોય છતાં તમને એવું લાગે કે એ વ્યક્તિને તમે પહેલાથી જ ઓળખો છો.

આપણું અચેતન મનમાં પાછલા જન્મોની બધી જ સ્મૃતિઓ અને સંચિત કર્મ સંગ્રહિત રહેલી હોય છે. જ્યારે આપણે કોઈ એવા વ્યક્તિને મળીએ છીએ જેની સાથે આપણે પાછલા જન્મ થી જોડાયેલા હોઈએ છીએ તો આપણે તેના સંપર્કમાં આવતા જ તેના ચિત્ત સાથે જોડાઈ જઈએ છીએ. આપણા મનમાં તે વ્યક્તિ પ્રત્યે પ્રેમ, દયા ,કરુણા જેવા ભાવો ઉત્પન્ન થઇ શકે છે. ઘણીવાર એવું બને છે કે બે અલગ અલગ સંસ્કૃતિ ના માણસો વચ્ચે પતિ-પત્નીનો સંબંધ બંધાઈ જાય છે, તેમની ભાષા, વેશભૂષા બધું જ બિલકુલ અલગ અલગ હોય છે છતાં બંને વચ્ચે એક અલગ જ લાગણી બંધાયેલી હોય છે જે પાછલા જન્મ નો સંબંધ હોવાની પુષ્ટિ કરે છે. શું તમને પણ એવું લાગે છે કે તમારા જીવનસાથી સાથેનો સંબંધ આ જન્મથી ઘણો જુનો એટલે કે જન્મો જન્મનો છે. તમારા અનુભવ અવશ્ય જણાવજો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *