મિત્રો, આ સંસારમાં મહાદેવ બધું જ છે. શિવ આદિ છે અને અંત છે. જ્યારે જ્યારે મહાદેવની વાત થાય ત્યારે પ્રભુ સાથે જોડાયેલા નંદિને ભૂલી ન શકાય. જે જગ્યાએ પણ ભગવાન શિવની પૂજા થાય છે ત્યાં નંદીને પણ યાદ કરવામાં આવે છે. દરેક મંદિરમાં જોવામાં આવે છે કે જ્યાં ભગવાન શિવની મૂર્તિ હોય ત્યાં તેમના સામે તેમના વાહન નંદીની પણ મૂર્તિ હોય છે. જે રીતે ભગવાન શિવનાં દર્શન અને પૂજાનું મહત્વ છે એ રીતે નંદીના દર્શનનું પણ મહત્વ છે. નંદી ભગવાન શિવના પરમ ભક્ત પણ છે. કહેવામાં આવે છે કે જો પોતાની મનોકામના નંદિના કાનમાં કહેવામાં આવે તો તે ભગવાન શિવ સુધી તમારી મનોકામના અવશ્ય પહોંચાડે છે.
તમે જોયું હશે કે નંદી મંદિરના બહાર બિરાજમાન હોય છે. નંદી મંદિરના બહાર કેટલા માટે બિરાજમાન હોય છે કે ભક્તો તેમને પોતાની વાત આસાનીથી રજૂ કરી શકે. આજે આપણે તેના વિશેની કથા જાણીશું. શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે સ્વયં મહાદેવજીએ નંદીને એ વરદાન આપ્યું હતું કે જે તારા કાનમાં આવીને પોતાની મનોકામના કહેશે તે વ્યક્તિની બધી જ ઇચ્છાઓ જરૂરથી પુરી થશે. વાત શરૂ થાય છે નદીના પિતા શ્રીનાદ થી. શ્રી રાજ મહાદેવ ના પરમ ભક્ત હતા અને તેમને સંતાન પ્રાપ્તિ માટે ભોળાનાથ ની તપસ્યા કરી હતી.
ભગવાન શિવે પ્રસન્ન થઈને તેમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. શ્રીનાથ એ બળદ જેવી શક્તિ વાળો પુત્ર માગ્યો. તમને પોતાના પુત્રનું નામ નંદી રાખ્યું. જ્યારે નંદીને પોતે અલ્પ આયુ છે એ વાતની ખબર પડી ત્યારે મહાદેવની આરાધના થી મૃત્યુને હરાવવા માટે વનમાં ચાલ્યો ગયો. ભગવાન શંકર નંદીના તપથી પ્રસન્ન થયા અને તેને વરદાન આપ્યું ,નંદી તું મૃત્યુ અને ભય ના ડર હંમેશા માટે મુક્ત રહીશ. આમ ભગવાન શિવે નંદીને અજર અમર રહેવાનું વરદાન આપ્યું. નંદી કૈલાશ પર રહીને ભગવાન શિવની શિવા કરતા હતા. કૈલાશ પર જ્યારે પણ કોઈ ભગવાન શિવને મળવા આવે ત્યારે પહેલા નંદીને અવશ્ય મળવું પડતું હતું.
એવામાં નંદીના પિતા ભગવાન શિવજી પાસે આવીને પોતાના પુત્રને તેમની પાસે મોકલવા માટે વિનંતી કરે છે, ભગવાન શિવજી નંદીને ખુબ જ પ્રેમ કરતા હતા છતાં તેમને નદીને બોલાવીને કહ્યું કે તારે પુત્ર હોવાની ફરજ નિભાવવી પડશે. મહાદેવથી દૂર થવાની પીડા નંદીને પરેશાન કરતી રહી. તેને ખાવા-પીવાનું પણ છોડી દીધું અને હંમેશા ચિંતન માં રહેવા લાગ્યો. પોતાના પુત્રની આ દશા જોઈને તેમના પિતા ફરીથી મહાદેવ પાસે ગયા અને મહાદેવને પ્રાર્થના કરી કે તેઓ નંદીને પાછા કૈલાસ બોલાવી દે. નંદીના આ અતુલ્ય પ્રેમ અને ભક્તિ જોઈને મહાદેવે તેને વરદાન આપ્યું કે કોઈપણ પ્રાર્થના જો મહાદેવ સુધી પહોંચાડવી હોય તો નંદિના કાનમાં તે પ્રાર્થનાને બોલવી પડશે. તે પ્રાર્થના સીધી મહાદેવ સુધી પહોંચી જશે.
સ્વયં માતા પાર્વતીએ પણ ભગવાન શિવ સુધી પોતાની પ્રાર્થના પહોંચાડવા માટે નંદિના કાનમાં જ બોલ્યા હતા. ત્યારબાદ મહાદેવે માતા પાર્વતીની સંમતિથી બધા જ ગણ, ગણેશ અને વેદો સમક્ષ ગણોના અધિપતિ તરીકે નંદીનો અભિષેક કરાવ્યો. આ રીતે નંદી બન્યા નંદેશ્વર. આ કથાથી આપણને એ જાણવા મળે છે કે મહાદેવ પોતાના ભક્તોને કદી પણ એકલા છોડતા નથી. ભગવાન મહાદેવ નંદીને વરદાન આપ્યું છે કે જ્યાં તેમનો અભિષેક થશે ત્યાં નંદી પણ બિરાજમાન હશે. એટલા માટે જ જ્યા મહાદેવ પોતાના પરિવાર સાથે હોય છે ત્યાં નંદી પણ અવશ્ય હોય છે. જો મન સાફ હોય અને ભગવાન પ્રત્યે સાચી આસ્થા હોય તો મનુષ્યનો ઉધ્ધાર પણ અવશ્ય થઈ શકે છે તો બોલો હર હર મહાદેવ.