મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આ કાળનો ચોથો યુગ કલયુગ ચાલી રહ્યો છે. જેને હિંદુ ધર્મ શાસ્ત્રોમાં સૌથી શાપિત યુગ કહેવામાં આવે છે. આજે આપણે કળિયુગનાં કેટલાંક કડવા સત્ય વિશે જાણીશું. વાત એ સમયની છે જ્યારે પાંડવોને વનવાસ ભોગવવો પડ્યો હતો. વનવાસ જતા પહેલા પાંડવોએ શ્રીકૃષ્ણને પૂછયું હતું,” જયશ્રીકૃષ્ણ અત્યારે દ્વાપર યુગનો અંત કાળ ચાલી રહ્યો છે તો પ્રભુ તમે અમને બતાવો કે આવવાવાળા કલિયુગની ગતિ કેવી હશે?
શ્રીકૃષ્ણ કહે છે કે” હું તમને આનો સીધો જવાબ તો નથી આપી શકતો પરંતુ તમે પાંચે ભાઈઓ વનમાં જાવ અને તમને જે દેખાય એ આવીને મને કહેજો હું તમને તેનું કલિયુગમાં પ્રભાવ કેવો હશે તે કહીશ.” ત્યારબાદ પાંચે ભાઈઓ વનમાં ચાલ્યા ગયા. વનમાં તેમને જે પણ કંઈ જોયું એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પાંચે ભાઈઓ વનમાંથી પાછા શ્રીકૃષ્ણ પાસે આવ્યા.
સૌથી પહેલાં યુધિષ્ઠિરે કહ્યું, “હે વાસુદેવ મેં તો જીવનમાં પહેલીવાર બે સૂંઢવાળો હાથી જોયો,મને તો તે જોઈને ખૂબ જ નવાઈ લાગી”. તેના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું,” કળીયુગમાં આવા લોકોનું જ રાજ હશે જે બંને બાજુથી શોષણ કરશે, બોલશે કઈ બીજું અને કરશે પણ કઈ બીજું, મનમાં કંઈક અલગ હશે અને તેમના કર્મ પણ કંઈક અલગ હશે આવા લોકોનું જ કળિયુગમાં રાજ હશે. તમે કળિયુગ આવ્યા પહેલા રાજ કરી લો.
યુધિષ્ઠિર પછી અર્જુને કહ્યું, મેં જે જોયું એ તો ખૂબ જ આશ્ચર્યજનક હતું. એક પક્ષીની પાંખો પર વેદ લખેલા હતા છતાં તે પક્ષી એક પ્રાણીનું માંસ ખાઈ રહ્યું હતું. શ્રી કૃષ્ણએ અર્જુનને જવાબ આપ્યો કે કળિયુગમાં આવા જ લોકો રહેશે જે ખૂબ જ જ્ઞાની અને ધ્યાનની કહેવાશે. તેઓ ખૂબ મોટા વિદ્વાન કહેવાશે પરંતુ આવા લોકો પણ સંસારના ભોગના તરસ્યા હશે.
ભીમે કહ્યું, હે પ્રભુ મેં જોયું કે એક ગાય પોતાના વાછરડાને પોતાની જીભ વડે એટલું ચાટે છે કે તે વાછરડું લોહીલુહાણ થઈ જાય છે. ત્યારે શ્રીકૃષ્ણએ જવાબ આપ્યો કે,” કળિયુગમાં મનુષ્ય શિશુપાલ થઈ જશે. કળિયુગમાં માની પોતાના બાળક પ્રત્યે મમતા એટલી બધી વધારે થઈ જશે કે બાળકને તેના વિકાસનો અવસર જ નહીં મળે. મોહમાયામાં જ ઘર બરબાદ થઈ જશે.
ભીમ પછી સહદેવે પૂછ્યું, હે કૃષ્ણ મેં જોયું કે પાંચ-સાત પાણીથી ભરેલા કુવાના વચ્ચે એક ઊંડો કૂવો બિલકુલ ખાલી છે જે સંભવ નથી. ત્યારે શ્રીકૃષ્ણએ ઉત્તર આપે છે કળિયુગમાં લોકો વિવાહમાં, કોઈ ઉત્સવોમાં, નાના-મોટા તહેવારોમાં લાખો રૂપિયા ખર્ચ કરી દેશે પરંતુ પાડોશમાં પણ કોઈ ભૂખે તરસે મરી રહ્યું હશે તો મનુષ્ય એ નહીં જોવે કે તેનું પેટ ભરાયું છે કે નથી ભરાયુ. મનુષ્ય ના સગાવાલા ભૂખથી મરી જશે અને તેઓ જોતાં જ રહી જશે. કહેવાનો મતલબ એ છે કે કળિયુગમાં અન્નના ભંડારો તો હશે છતાં લોકો ભૂખથી મરી જશે.
સહદેવ પછી નકુલે શ્રીકૃષ્ણને પૂછ્યું, શ્રી કૃષ્ણ મેં જોયું કે એક મોટો પથ્થર પહાડ ઉપરથી નીચે પડે છે અને મોટામાં મોટું વૃક્ષ પણ તેને રોકી શકતું નથી પરંતુ એક નાનકડા છોડને અથડાઈને તે પથ્થર ઉભો રહી જાય છે. આવું કેવી રીતે બને ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કળિયુગમાં મનુષ્યની બુદ્ધિ પથ્થર થઈ જશે અને તેનું જીવન પતન થઈ જશે અને તેના પતનને ધન અને મોટામાં મોટા સત્તારૂપ વૃક્ષ પણ રોકવામાં સક્ષમ નહીં હોય. પરંતુ હરિનામનો નાનકડો શબ્દ બોલવાથી મનુષ્યના જીવનનું પતન અટકી જશે. તેથી કળિયુગમાં ‘હરિનામ’ જ મોક્ષનો એકમાત્ર માર્ગ હશે. જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ.