અગ્નિ સંસ્કાર પછી સ્મશાન તરફ પાછું ફરીને કેમ ન જોવું જોઈએ, શાસ્ત્રો મુજબ આ છે તેનું કારણ.

Astrology

મિત્રો, ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ ગરુડને પ્રાણીઓની મૃત્યુ, યમલોક યાત્રા, નર્ક યોનિઓ, સદ્ગતિ જીવા વિષય સંબંધિત અનેક પ્રશ્નોનો સવિસ્તાર જવાબ આપ્યો છે. તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનો અગ્નિસંસ્કાર કરવામાં આવે ત્યારબાદ તેના પરિવારજનોએ પાછું વળીને ન જોવું જોઈએ. તેના પાછળના કારણ વિશે આજે આપણે જાણીશું.

એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે આપણું શરીર એ ભાડાના મકાન જેવું છે. એટલે કે મૃત્યુ નિશ્ચિત છે છતાં દરેક મનુષ્ય મૃત્યુ શબ્દથી પણ ડરે છે. આપણું શરીર પાંચ તત્વો જેવા કે પૃથ્વી, જળ,અગ્નિ,વાયુ અને આકાશથી બનેલું છે. અને એક દિવસ આપણું શરીર પાંચ તત્વોમાં જ મળી જવાનું છે. ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે,” જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ” એટલે કે જેનો જન્મ થાય છે તેની મૃત્યુ નિશ્ચિત છે. હિન્દુ ધર્મમાં જન્મથી લઈને મૃત્યુ સુધી કુલ સોળ સંસ્કાર છે જેમાં છેલ્લો સંસ્કાર છે અંતિમ સંસ્કાર. અંતિમ સંસ્કારના ઘણા નિયમોનું પાલન કરવું પડે છે અને જો આ નિયમોના પાલન કરવામાં કોઈ ભૂલ રહે છે તો મૃતક આત્માને ઘણાં કષ્ટ ભોગવવાં પડે છે.

ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃતક નો અંતિમ સંસ્કાર કર્યા બાદ તેના પરિવારજનોએ પાછું વળીને જોવું જોઈએ. અંતિમ સંસ્કાર બાદ શરીર તો સળગી જાય છે પરંતુ તેની આત્મા ત્યાં જ રહે છે. કારણ કે ગીતામાં કહેવામાં આવ્યું છે,” નૈન છિન્દન્તિ શસ્ત્રાણિ, નૈન દહતિ પાવકઃ, ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ” અર્થાત આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, આગ સળગાવી શકતી નથી, જળ ડુબાડી શકતું નથી, વાયુ સૂકવી શકતો નથી. આત્મા પોતાની અંતિમ સંસ્કારને પોતાની આંખોથી જુએ છે. ઘણા લોકોની આત્માને પોતાના સ્વજનો સાથે ખૂબ જ વધુ મોહ હોય છે. આ મોહના કારણે વ્યક્તિ ની આત્મા તેના પરિવારજનોની આસપાસ ભટક્યા કરે છે.

આવી સ્થિતિમાં મૃતક આત્માને શાંતિ મળવી મુશ્કેલ હોય છે. એના માટે આ મોહને તૂટવું ખૂબ જ જરૂરી હોય છે. મૃતક આત્મા અને પરિવારજનો વચ્ચેના આ મોહરૂપી તાંતણને તોડવા માટે ગરુડ પુરાણમાં સ્પષ્ટ આદેશ છે કે મૃતકના અગ્નિસંસ્કાર પછી કોઈપણ સ્વજને પાછળ ફરીને જોવું જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિ એ પાછળ ફરીને જોયું તો મૃતક આત્માને એવું લાગશે કે પરિવારજનો અને મારા માટે હજુ પણ ખૂબ જ લગાવ છે. અને આત્મા મોહ છોડી શકતી નથી. પરંતુ જો કોઈ પાછળ ફરીને જુએ નહીં તો આત્માને એ સમજવામાં સરળતા રહેશે કે તેનો હવે આ લોકમાં સમય પૂરો થઈ ગયો છે અને તે પોતાના મનને બીજા લોકમાં જવા માટે તૈયાર કરી લે છે. મૃતકની આત્મા અને પરિવારજનો વચ્ચે મોહ ને તોડવા માટે તેર દિવસ સુધી ઘણી ક્રિયાકાંડ કરવામાં આવે છે તેમાંથી પ્રથમ સ્મશાન ઘાટમાં પાછળ ફરીને ન જોવું તેનો સમાવેશ થાય છે. હર હર મહાદેવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *