શાસ્ત્રોમાં લખ્યું છે, ઘરના જૂતા-ચંપલ ભૂલથી પણ આ દિશામાં ના રાખો, નહીતો પરિવાર સંકટમાં આવી જશે.

Astrology

ઘરમાં અમુક જગ્યાએ જૂતા ચંપલ રાખવા જોઇએ નહીં તે વાસ્તુ દોષનું નિર્માણ કરે છે અને ઘરમાં ગરીબીનું કારણ બને છે. ઘરમાં રહેલી દરેક વસ્તુમાં સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારની ઊર્જા હોય છે. ઘરની દરેક વસ્તુ એક વિશિષ્ટ પ્રકારનું વાઈબ્રેશન છોડે છે જે આપણા પ્રાચીન ઋષિ-મુનિઓએ હજારો વર્ષ પહેલાં જ પોતાના શાસ્ત્રોમાં લખ્યું હતું. ખાસ કરીને જે ચીજ વસ્તુઓનો સંબંધ પંચતત્વો સાથે છે તેની સ્થાન અંગેની ભૂલ કદી પણ ન કરવી જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર ના જૂતા અને ચંપલ માટે પણ એક દિશા નક્કી કરવામાં આવેલી છે. સૌથી વધુ નકારાત્મક ઉર્જા ઘરના જૂતા ચંપલ જ ફેલાવે છે. ઘણા લોકો ઘરમાં અંદર સુધી ચંપલ પહેરીને ચાલ્યા જાય છે પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર આવું કરવું ખૂબ જ અનુચિત છે. આમ કરવાથી ઘરમાંથી દેવી-દેવતાઓ વિદાય લઈ લે છે. ઘરમાં આમતેમ વિખેરાયેલા જૂતા ચંપલ શનિ દોષ ઉત્પન્ન કરે છે કારણ કે શનિ પગના કારક દેવ છે. શનિદેવ અનુશાસન પ્રિય દેવતા છે તેથી ઘરના જૂતા-ચંપલ વ્યવસ્થિત રીતે અને સાચી જગ્યાએ ગોઠવાયેલા હોવા જોઈએ.

ઘરની બહાર અસ્ત વ્યસ્ત અને ઊંધા પડેલા ચંપલ વ્યક્તિ માટે અશુભ સમાચાર લઈને આવે છે જેથી ચંપલ વ્યવસ્થિત જગ્યાએ વ્યવસ્થિત રીતે મુકવા જોઈએ. ઘરમાં જુના ચંપલ હોય તો તેનો નાશ કરવો જોઈએ અને જો તે પહેરવા યોગ્ય હોય તો તે કોઈ ગરીબને દાન કરી દેવાં જોઈએ.

ઘરનું પગરખાં મૂકવાનું સ્ટેન્ડ રસોડા થી અને ઘરના પૂજાસ્થાનથી અડકીને હોવું જોઈએ નહીં. ઘરના પૂર્વ, ઉત્તર ઇશાન અને અગ્નિ દિશામાં જૂતા ચંપલ મૂકવાનું સ્ટેન્ડ કદી પણ ન બનાવવું જોઈએ તેનાથી પરિવારના સભ્યો વચ્ચે કલેશ વધે છે. જૂતા ચંપલના કબાટ માટે વાયવ્ય એટલે કે ઉત્તર-પશ્ચિમ દિશા અને નૈઋત્ય એટલે કે દક્ષિણ-પશ્ચિમ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. દેવી-દેવતાઓની પૂજા કરવાવાળા મનુષ્યોએ ચામડાના જૂતા ચંપલ પહેરવા જોઈએ નહીં. કામ કરવા જતી વખતે કાળા રંગના જૂતા ચંપલ પહેરીને જવું એ શુભ માનવામાં આવે છે. તેનાથી શનિદેવની કૃપા વધુ બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *