પ્રથમ દેવ ગણેશજીનો આ 1મંત્ર અપાવશે જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધનના ભંડાર.

Astrology

મિત્રો, વિઘ્નહર્તા ગણપતિ બાપાનું નામ દરેક શુભ કાર્ય કરતાં પહેલાં લેવામાં આવે છે. ગણેશજી નું નામ દિવસ દરમિયાનના આપણા દરેક કામ પહેલા જો લેવામાં આવે તો આપણા દરેક કામ કોઈપણ જાતના વિઘ્ન વગર પાર પડી જાય છે. જીવનમાં ઘણીવાર પૈસા ને લગતી કોઇ સમસ્યા હોય, લગ્ન બાબતે કોઈ વિઘ્ન હોય, શિક્ષણમાં કોઈ પ્રશ્ન હોય તે મિલકતનો કોઈ વિવાદ હોય ગણેશજી મેં આ મંત્રથી પ્રસન્ન કરી લેવાથી આ બધી જ તકલીફોમાંથી મુક્તિ મળી જાય છે કારણ કે ગણેશજી વિઘ્ન હર્તા છે.

જીવનમાં આ બધી તકલીફોથી માનસિક તણાવને કારણે પરિવારમાં પણ કલેશ વધી જાય છે. જે વ્યક્તિ સંતાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને સંતાન પ્રાપ્તિમાં કોઈ વ્યક્તિને જો તકલીફ હોય તો પ્રત્યેક બુધવારે શ્રી ગણેશજીને મગના લાડુનો ભોગ ચઢાવવો જોઈએ. બાળકોને શિક્ષામાં તકલીફ હોય અને વાંચેલું યાદ ન રહેતું હોય તેમણે ગણેશજીનો ૐ ગં ગણપતે નમઃ આ મંત્ર નિયમિત 108 વાર બોલવું જોઈએ.

જે વ્યક્તિને ઘરમાં પૈસા ટકતા ન હોય એટલે કે આવક કરતાં ખર્ચ વધી જતો હોય તેમને પ્રત્યેક બુધવારે 108 વારૐ ગં ગણપતે નમઃ નો જાપ ગણેશજી ની તસ્વીર સામે કરવો જોઈએ. જેમણે લગ્ન સંબંધિત કોઇ સમસ્યા હોય તેમણે ગંગાજળમાં થોડી હળદર નાખીને ૐ વક્રતુંડાય નમઃ આ મંત્ર બોલીને શ્રી ગણેશજીને અભિષેક કરવાનો છે જેનાથી લગ્ન થવામાં જે વિલંબ થઈ રહ્યો છે તે દૂર થઈ જશે.

સર્વ ઈચ્છાઓ પૂરી કરવા માટે ગણેશજીને રસદાર ફળો નો ભોગ અર્પણ કરો અને ત્યારબાદ તે ફળો નાના બાળકોને વહેંચી દેવા જોઈએ. જો જાંબુ મળતા હોય તો જાંબુ નો ભોગ અવશ્ય લગાડવો જોઇએ કારણ કે ગણેશજીને જાંબુ અતિપ્રિય છે. જાંબુનો જે પ્રસાદ છે તે થોડો ઘર માટે રાખીને બાકી બાળકોમાં વહેંચી દેવો જોઈએ જેથી ગણેશજીની કૃપાથી તમારી બધી જ ઇચ્છાઓ પૂરી થઈ જશે. સંપૂર્ણ શ્રદ્ધાથી અને વિશ્વાસથી ગણેશજીનું નામ લેવાથી વિઘ્નહર્તા ગણેશજી દરેક ભક્તગણના વિઘ્નો હરી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *