ઘરમાં રોજ ધૂપ કરો અને થતા ફાયદા પોતે જ મહેસુસ કરો. જાણો તેના ફાયદા વિશે.

Astrology

જે ઘરમાં રોજ ધૂપ થતો હોય છે તે ઘરમાં કોઈ દિવસ ધનની ખોટ થતી નથી. એની પાછળનું કારણ એમ છે કે ધૂપ કરવાથી ઘર શુદ્ધ થાય છે અને માતા લક્ષ્મીજી બિરાજમાન થાય છે. એમ કહેવાય છે કેજે ઘરમાં ધૂપ થાય છે તે ભક્તોની પ્રાર્થના સીધી જ ભગવાનને પહોંચે છે. હિન્દુ શાસ્ત્રમાં પૂજા-પાઠનું ઘણું મહત્વ છે. પૂજા સમયે દીવો અને ધૂપ કરવી જોઈએ. જો આમ કરવામાં ન આવે તો તેના વિના પૂજાને અધૂરી ગણાય છે.

આ ઉપરાંત ક્યારેય પણ જો ખરાબ શક્તિનો અહેસાસ થાય તો ત્યાં ધૂપ કરવો જોઈએ. આમ કરવાથી ખરાબ શક્તિઓ દૂર થાય છે તેમજ તે જગ્યા પર દેવી દેવતાઓ વાસ કરે છે. પૂજા કરવાની જગ્યાએ ધૂપ પ્રગટાવામાં આવે તો તેનાથી વાતાવરણ સકારાત્મક અને પ્રસન્નતામય બની જાય છે. તો ચાલો જેનીતે ધૂપ કરવાના ફાયદાઓ વિશે.

પૂજામાં ઉપયોગમાં લેવાતો ધૂપ એ એક પ્રકારની જડીબુટ્ટી છે. કારણ કે સાત્વિક ધૂપ જડીબુટ્ટીમાંથી બને છે. તેથી જયારે શૂપ કરવામાં આવે છે ત્યારે તેની સુગંધ ફેલાય છે એને તેનાથી વાતાવરણમાં રહેલા જીવ-જંતુઓ મારી જાય છે. પૂજામાં કરવામાં આવતા ધૂપથી સાધકને મનની શાંતિ મળે છે તેમજ મન પ્રસન્નતા અનુભવે છે. આથીજ જો કોઈ વ્યક્તિ તણાવમાં હોય તો અવશ્ય ધૂપ કરવો આમ કરવાથી તે વ્યક્તિના મનને શાંતિ મળે છે. અને તણાવ પણ ઓછો થાય છે.

ધૂપ કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ધૂપની સુગંધથી વ્યક્તિનું મનોબળ મજબૂત થાય છે. આ ઉપરાંત મન શાંત રહે છે, પરિવારમાં રોગ અને શોક દૂર થાય છે. ધૂપ પ્રગટાવવાથી ભગવાન ખુબ જ જલ્દી પ્રસન્ન થાય છે. કહેવાય છે કે ધૂપ દેવતાઓને ખુબ જ પ્રિય છે. આ ઉપરાંત જે ઘરમાં રોજ ધૂપ કરવામાં આવતો હોય ત્યાં ધનની કંઈ થતી નથી. જે ઘરમાં નિયમિત ધૂપ કરવામાં આવતો હોય, તે ઘરના બાળકોનો અભ્યાસ પણ ખુબ જ સારો રહે છે, તેમની એકાગ્રતા વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *