મૃતક વ્યક્તિના ઘરેણાનું શું કરવું જોઈએ, શાસ્ત્રોમાં બતાવ્યો છે આ માર્ગ.

Astrology

મિત્રો, શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય ત્યારે તેની સાથે જોડાયેલી કોઇ પણ વસ્તુ નહીં નષ્ટ કરી દેવી જોઈએ કે પછી દાન કરી દેવી જોઈએ. પરંતુ કેટલીક કીમતી વસ્તુઓ એવી પણ હોય છે જેને દાન કે નષ્ટ કરવામાં કોઈ પણ મનુષ્ય સંકોચ કરે છે. ખાસ કરીને સોના-ચાંદીના ઘરેણા. જો કોઈ મૃત વ્યક્તિ સ્ત્રી હશે તો તેની પાસે ઘણા સોના ચાંદીના ઘરેણા હશે. તો આ ઘરેણાનું શું કરવું તેના વિશે આજે આપણે શાસ્ત્રોમાંથી માહિતી મેળવીશું.

જ્યારે કોઈ મનુષ્ય મૃત્યુ થઈ જાય છે ત્યારે તે આ દુનિયામાં ઉર્જાવાન રૂપથી નિષ્ક્રિય થઇ જાય છે અને તેની આત્મા પણ આ ભૌતિક શરીરને ત્યાગ કરીને બીજા લોકમાં ચાલી જાય છે. તેથી તે મૃત વ્યક્તિ સાથે જોડાયેલી વસ્તુઓ પણ તેની ઊર્જા ગુમાવી દે છે. આવી વસ્તુઓને ઉપયોગમાં લેવાથી તમારી સકારાત્મક ઊર્જા પણ નકારાત્મક ઉર્જામાં ફેરવાઈ જાય છે. ધર્મશાસ્ત્રોમાં વિશ્વાસ રાખવાવાળા લોકો મૃતક સાથે જોડાયેલી લગભગ તમામ વસ્તુઓની નષ્ટ કરી દે છે કે દાન કરે છે પરંતુ મૃત વ્યક્તિની યાદગીરી માટે કોઈના કોઈ વસ્તુ તે પોતાની પાસે રાખે છે.

મૃતક વ્યક્તિની વસ્તુને યાદગીરી માટે પોતાની પાસે રાખવાથી તેઓ માનસિક રૂપથી કમજોર બની શકે છે. અને તેઓ દુઃખમાંથી કદી પણ બહાર આવી શકતા નથી. તેથી મૃતક વ્યક્તિ અને તમારા માટે ઉચિત એ જ છે કે તે વસ્તુઓ નષ્ટ કરી દેવામાં આવે અથવા તો દાન કરી દેવામાં આવે. પરંતુ મૃતક સાથે જોડાયેલી ચીજવસ્તુઓ જો સોના અથવા ચાંદીની હોય તેને નષ્ટ કે દાન કરી શકાતી નથી. આનો એક ઉપાય ગરુડ પુરાણમાં આપ્યો છે. ગરુડ પુરાણ અનુસાર મૃતક વ્યક્તિ ભલે તમારા પિતા હોય,ભાઈ હોય, બહેન હોય કે માતા હોય તેમના આભૂષણો પરિવાર કે કોઈ નજીકના સંબંધી માં વહેચી શકાય છે.

જો કોઈ વ્યક્તિનું ખૂબ જ વધારે ઉંમર થવાના કારણે મૃત્યુ થયું હોય તો તેવા વ્યક્તિના ઘરેણાને પરિવારના કોઈપણ વ્યક્તિ પહેરી શકે છે. મૃત વ્યક્તિના ઘરેણા સોની પાસે આપીને નવા ઘરેણા પણ ખરીદી શકો છો. પરંતુ જો તે ઘરેણાં કોઈ વ્યક્તિનું મંગળસૂત્ર હોય તો તેને નષ્ટ કરવામાં જ તમારી ભલાઈ છે.

ગરુડ પુરાણમાં બતાવેલો બીજો ઉપાય એ છે કે મૃતક વ્યક્તિના ઘરેણાં અને આખી રાત ગંગાજળમાં રાખીને તેને ઉપયોગમાં લાવી શકાય છે. મૃતકની મનપસંદ વસ્તુઓ ને ઉપયોગમાં ન લેવાય તે અતિ ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે તે વસ્તુઓ લાંબા સમય સુધી મૃતક વ્યક્તિની ઉર્જા સાથે જોડાયેલી હોય છે. પરંતુ આવી વસ્તુ જો પણ ઉપયોગમાં લેવી પડે એવી હોય તો ગરુડ પુરાણમાં તેનો પણ ઉપાય આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુના ૪૦ દિવસ પછી તે વસ્તુઓ મૃતકની ઉર્જા થી મુક્ત થઈ જાય છે. મૃતક વ્યક્તિના ઘરેણાં વેચીને આવેલું ધન કોઈ સારા કાર્ય માટે વપરાય તે અવશ્ય ધ્યાન રાખવું જોઈએ.

મૃત્યુ પછી કોઈ પોતાના સ્વજનની વસ્તુઓ સંભાળવી કે રાખવી તે ખોટું નથી. પરંતુ આવું કરીને આપણે અજાણતા જ મૃતક વ્યક્તિના મુક્તિના માર્ગ માં બાધા બનીએ છીએ. એ માટે એ જાણવું જરૂરી છે કે મૃત્યુ તે આત્મા નો અંત નથી પરંતુ એક નવી શરૂઆત છે. એ સત્યથી આપણે સૌ પરિચિત છીએ કે આત્મા સ્વચ્છંદ છે. આત્મા એક શરીર ની ત્યાગ કર્યા પછી બીજા શરીર ની શોધમાં નીકળે છે. આપણે આવી આત્માને વધુ પડતી યાદ કરીને તેની સ્વજનોના મોહમાંથી મુક્ત થવા દેતા નથી. એટલે જે છોડીને જતા રહ્યા છે એમની યાદો છોડીને આપણે પોતાની સાથે અને તે પવિત્ર આત્મા સાથે ભલાઈ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *