અચાનક જ નથી આવતું હાર્ટ અટેક, મહિનાઓ પહેલા દેખાય છે આવા લક્ષણો.

Astrology

મિત્રો, ઘણા લોકો એવું કહે છે કે ફલાણા ભાઈને અચાનક જ હાર્ટ અટેક આવ્યું, પરંતુ હાર્ટ અટેક કદી પણ અચાનક આવતું નથી એના ઘણા અઠવાડિયા કે મહિનાઓ પહેલા તે ઘણા સંકેતો શરીરને આપે છે કે શરીરમાં બધું જ ઠીક નથી. તો ફક્ત આપણે તેને ધ્યાન આપવાની જરૂર છે પરંતુ જાણકારીના અભાવે આપણે શરીરના આ સંકેતોને ધ્યાનમાં લેતા નથી. આપણી આ જ લાપરવાહી થોડા સમય પછી આપણને ભારે પડે છે અને આપણે હાર્ટ અટેક જેવી ગંભીર સ્થિતિનો સામનો કરવો પડે છે.

અટેક અચાનક જ આવે છે પછી એ હાર્ટ અટેક હોય કે બ્રેઈન અટેક હોય પરંતુ ઘણા અઠવાડિયા કે મહિનાઓ પહેલાં શરીરમાં કેટલાક એવા બદલાવ નજર આવે છે જે આપણા દૈનિક જીવનમાં અસર કરે છે. મેડિકલની ભાષામાં હાર્ટ અટેકને એમ.આઈ કહેવામાં આવે છે એટલે કે myocardial infarction. જ્યારે ચાલતી વખતે કામ કરતી વખતે છાતીમાં ડાબી બાજુ ભારેપણું લાગે છે જે કામ બંધ કરવાથી બંધ થઈ જાય છે આ દિલની બીમારીનું એક સામાન્ય લક્ષણ હોય છે.

શ્વાસ ફુલવાની સમસ્યા થવા લાગે છે જેમ કે તમને લાગે છે કે રોજ તમે ખૂબ જ ચાલીને ઓફિસ સુધી પહોંચો છો પરંતુ થોડું ચાલવાથી કે થોડાક જ પગથિયાં ચડવાથી શ્વાસ ફુલવા લાગે છે. આવું લાંબા સમયથી થઇ રહ્યું હોય અને તમારા શરીરમાં બીજી કોઈ સમસ્યા ન હોય તો આવી સમસ્યાને સામાન્ય સમસ્યા સમજી જતી કરવાની ભૂલ ન કરવી જોઈએ. ઘણીવાર એવું લાગે છે કે ભોજન કર્યા બાદ ગળામાં બળતરા થાય છે. આવું દિવસ દરમિયાન જ્યારે પણ તમે ખાવ છો ત્યારે મહેસુસ થઇ શકે છે. આ પણ અચાનક હાર્ટ અટેક આવવાનું લક્ષણ હોઈ શકે છે પરંતુ મિત્રો એ જરૂરી નથી કે આ ફક્ત હાર્ટ અટેકનુ જ લક્ષણ હોય.

જ્યારે ભોજન કર્યા બાદ થોડું ચાલવાથી છાતીમાં બળતરા થાય છે. અને જ્યારે તે વ્યક્તિ બેસી જાય છે અને આરામ કરે છે ત્યારે તેને તે બળતરા પણ બંધ થઈ જાય છે આવી પરિસ્થિતિ લાંબા સમયથી ચાલતી હોય તો તે હાર્ટ અટેકનું એક લક્ષણ હોઈ શકે છે. હાર્ટએટેક ના લક્ષણો બીજી ઘણી બીમારીઓ સાથે સંકળાયેલા હોય છે જેથી સમજવું મુશ્કેલ બની જાય છે કે આ હાર્ટ અટેક નું લક્ષણ છે કે અન્ય કોઈ બીમારીનુ. જેમ કે ચક્કર આવવા,ઊલટી થવી અને ઘણીવાર ચક્કર આવવાની સાથે ઊલટી થાય છે. પરંતુ આવા લક્ષણો પેટની બીમારી, શરીરમાં સુગર ઓછી થવાના કારણે પણ થાય છે.

સામાન્ય રીતે ઉધરસને ઋતુ બદલાતાં થવાવાળી સમસ્યા માનવામાં આવે છે. લાંબા સમય સુધી રહેવા વાળી ઉધરસ ટી.બીનુ લક્ષણ હોઈ શકે છે. પરંતુ ઉધરસ હૃદયની સમસ્યાનું પણ લક્ષણ હોય છે પરંતુ દરેક વ્યક્તિમાં આ લક્ષણ દેખાય તે જરૂરી નથી. જો ઉધરસ આવતી હોય અને હાથ પગમાં સોજા આવ્યા હોય તો આ લક્ષણોને જતાં કરવા જોઈએ નહીં અને તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. હૃદય આપણા શરીરનું સૌથી મહત્ત્વનું અને સૌથી નાજુક અંગ છે. તમને હૃદય સંબંધિત આવા લક્ષણોમાંથી કોઇ પણ લક્ષણ નો અહેસાસ થાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *