શ્રીરામ ભક્ત હનુમાનજીનો આ મંત્ર રાત્રે સૂતા પહેલાં 1 વાર બોલો, જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન મળી જશે.

Astrology

મિત્રો, રામ ભક્ત હનુમાન દાદાની શક્તિથી આ સમગ્ર બ્રહ્માંડ પરિચિત છે. હનુમાન દાદાના હૃદયમાં શ્રીરામ વસેલા છે. હનુમાન દાદાના ભક્ત ને પણ જીવનમાં ગમે તેવી કપરી પરિસ્થિતિ કે સમસ્યા માં હનુમાન દાદા તેમના ભક્તોને અવશ્ય ઉગારે છે એટલે જ હનુમાન દાદાનું નામ સંકટમોચન પણ કહેવાય છે. હનુમાનદાદાની સાચા મનથી શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાથી અને તેમનું નામ માત્ર લેવાથી તમારા આસપાસ રહેલી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થઈ જાય છે.

મંગલમય,કલ્યાણકારી મહાવીર બજરંગ બલી હનુમાનજીની કૃપાથી જીવનમાં સદા સર્વદા મંગળ થાય છે. હનુમાનદાદાનો આ મંત્ર દરરોજ નિયમિત રાત્રે સૂતા પહેલાં એક વાર દરેક ભક્તોએ અવશ્ય બોલવો જોઈએ. આ મંત્રના નિત્ય ઉચ્ચારણથી શ્રી હનુમાન દાદાની કૃપાથી તમારું તથા તમારા પરિવારનું અવશ્ય મંગળ થશે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ એક નાનકડો અને હનુમાનજીનો બીજ મંત્ર છે.

“ૐ ઐં ભ્રીં હનુમતે શ્રી રામદૂતાય નમઃ”

શ્રીરામ પરમ ભક્ત હનુમાનદાદાનો આ ચમત્કારિક બીજમંત્ર બોલવાથી તરત જ તમને હનુમાનદાદાની કૃપાની અનુભૂતિ થશે. રાત્રે આ મંત્ર બોલવાથી તમામ પ્રકારની અનિષ્ટ શક્તિઓ તમારાથી દૂર રહેશે. ઘરમાં અને શરીરમાં એક અલગ જ પ્રકારનો શક્તિનો અહેસાસ થશે. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી હનુમાન દાદાની કૃપાથી જીવન સુખી સમૃદ્ધ બનશે.

આ મંત્ર દરરોજ રાત્રે નિયમિત એક વાર બોલવો જોઈએ. જો આ મંત્રનો રાત્રે વધુ વાર જાપ કરો તો તેનું વિશેષ ફળ પણ મળે છે. આપણામાંથી ઘણા હનુમાન દાદાના ભક્તોને નિયમિત આ મંત્રનો રાત્રે જાપ કરતા જ હશે. દરેક ભક્તો એ સર્વ શક્તિમાન હનુમાન દાદા ના આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ જેથી આપણા સૌનું જીવન હનુમાન દાદાની કૃપાથી આપણું સુખી સમૃદ્ધ રહે. જય હશ્રી રામ, જય હનુમાન દાદા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *