પત્ની પહેલા પતિનુ મૃત્યુ કેમ થાય છે? શાસ્ત્રો મુજબ આ છે તેનું કારણ.

Astrology

મિત્રો, પતિ-પત્નીને એકબીજાના પૂરક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે એક વ્યક્તિનું જીવન ત્યાં સુધી અધુરૂ માનવામાં આવે છે જ્યાં સુધી તેને કોઈ જીવનસાથી ન મળે. અર્ધાંગિની કહેવાતી પત્ની પોતાના પતિને મૃત્યુથી બચાવવા માટે ઘણા પ્રયાસો ઘણા વ્રત રાખે છે, ધાર્મિક યાત્રાઓ કરે છે, વટસાવિત્રીનું વ્રત, કરવાચોથનું વ્રત વગેરે કરે છે. ગરૂડ પુરાણમાં કહ્યું છે કે જો કોઈ પત્ની આવી ત્રણ ભૂલો કરે છે તો તેનો પતિ મૃત્યુને પ્રાપ્ત થઇ શકે છે. એટલે કે પત્ની પહેલા યુવાવસ્થામાં તેનું મૃત્યુ થઈ શકે છે. આ ત્રણ ભૂલો કરવાવાળી સ્ત્રીઓને પોતાના પતિથી વંચિત રહેવું પડી શકે છે.

ગરુડ પુરાણમાં પત્ની પહેલાં પતિના મૃત્યુના ત્રણ રહસ્યો બતાવવામાં આવ્યા છે. સૌથી પહેલું જ્યારે કોઈ સ્ત્રીએ કરવાચોથ, વટસાવિત્રી કે કોઈપણ પતિ માટે કરેલા વ્રત રાખ્યું હોય અને વ્રત દરમિયાન કોઈને ખબર ન પડે એ રીતે ભોજન કરી લે છે તો તેના પતિનું નાની ઉંમરે મૃત્યુ થઇ શકે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્રત દરમિયાન જ્યારે કોઈ સ્ત્રી વ્રતને સંતાઈને તોડી દે છે અને કોઈને ખબર ન પડવા દે તોપણ તેના પતિનું મૃત્યુ યુવાવસ્થામાં થઈ શકે છે. ગરુડ પુરાણમાં લખવામાં આવી છે કે જ્યારે કોઈ સ્ત્રી પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે ક્યારેક એ સ્ત્રીએ ભોજન ગ્રહણ કરવું ન જોઈએ.

સ્ત્રી દ્વારા કરવામાં આવતી બીજી ભૂલ એ છે કે વાત વાત ઉપર પતિની સોગંદ ખાઈ લેવી. વાત વાત પર જૂઠું બોલવું, પતિ સાથે ઝઘડા કરવા, પતિને ગંદી ગંદી ગાળો બોલવી આ ઘોર પાપ સમાન માનવામાં આવે છે. નજીકના જ ભવિષ્યમાં આવા સંબંધ તૂટીને વિખેરાઈ જાય છે અને તેનાથી પતિનું મૃત્યુ પણ થઈ શકે છે. ઘણી સ્ત્રીઓ કરવા ચોથનું વ્રત રાખે છે અને શ્રદ્ધાપૂર્વક તે નિભાવે પણ છે પરંતુ વાત ઉપર પતિની ખોટી સોગંધ ખાવાથી, પતિને ચંપલ વડે મારવાથી, પતિને વાત વાત ઉપર પરેશાન કરવાથી તેના કારણે પતિનું મૃત્યુ જલદી થઈ શકે છે.

આવી ભૂલો કરવાવાળી સ્ત્રીને ગરૂડપુરાણ અનુસાર પતિથી વંચિત રહેવું પડે છે કારણ કે પતિને પરમેશ્વર માનવામાં આવે છે. જે સ્ત્રી માંસનું સેવન કરે છે તેના પતિ ઉપર પણ કષ્ટ આવે છે. ખાસ કરીને ગુરુવારના દિવસે વાળ ધોવાથી પણ પતિનું આયુષ્ય ઘટી શકે છે. જ્યારે કોઈ સ્ત્રી પોતાનું મંગલસૂત્ર ઉતારી દે છે, અને પોતાની માંગ સુની રાખતી હોય, હાથમાં બંગડી ન હોય તેવી સ્ત્રીના પતિ પણ યુવાવસ્થામાં મૃત્યુ પામે છે. સ્ત્રીઓ હર હંમેશા પોતાના પતિ માટે ઘણો ત્યાગ કરતી હોય છે કારણકે સ્ત્રી માટે પતિ જ પરમેશ્વર હોય છે. પરંતુ સ્ત્રીઓએ આ કેટલીક બાબતો અવશ્ય ધ્યાન રાખવી જોઈએ. જય શ્રી ક્રિષ્ના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *