ઘરના મંદિરમાં આ 2 મૂર્તિઓ એકી સાથે ભુલથી પણ ન રાખવી જોઈએ.

Astrology

મિત્રો આપણે સૌ નિયમિત આપણા ઘરમાં રહેલા મંદિરમાં ભગવાનની પૂજા-અર્ચના કરીએ છીએ. ઘરમાં મંદિરની સ્થાપના કરતી વખતે કેટલીક વાસ્તુશાસ્ત્રની બાબતો ધ્યાનમાં રાખવી આવશ્યક છે. ઘરનું મંદિર એ ખૂબ જ પવિત્ર સ્થાન છે. ઘરનું મંદિર તો ઇશાન ખૂણામાં રાખવામાં આવી હોય તો તે ઉત્તમ છે. ઘરના મંદિરમાં આપણા આરાધ્ય દેવી દેવતાઓની મૂર્તિઓ કે ફોટા રાખવી જોઈએ. ભગવાનની મૂર્તિઓની સાથે કોઈ સાધુ સંત કે અન્ય કોઈનો ફોટો કે મૂર્તિ ન રાખવી જોઈએ.

આપણા ઘરના મંદિરમાં કોઈ એક દેવી-દેવતાઓની એકથી વધુ મૂર્તિઓ ન રાખવી જોઈએ. ભગવાનની મૂર્તિને હંમેશા બિરાજમાન અવસ્થામાં જ સ્થાપના કરવી જોઈએ. પૂજાસ્થાન ની આજુબાજુમાં અશુદ્ધ કે અપવિત્ર વસ્તુઓ ભુલથી પણ ન રાખવી જોઈએ જેમકે કોઈ ચામડાની વસ્તુ કે પછી મૃત વ્યક્તિની અસ્થિઓ.

ભગવાન ગણેશજીની સાથે માતા લક્ષ્મીની જો મૂર્તિ રાખવામાં આવે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. આમ કરવાથી આપણા ઘરમાં માતા લક્ષ્મીની કૃપાથી જ સુખ-સમૃદ્ધિ આવે છે અને બુદ્ધિના દેવતા ભગવાન ગણેશ આ ધન-સંપત્તિને વિવેકથી સાચવવાની બુદ્ધિ પ્રદાન કરે છે. માતા લક્ષ્મીની મૂર્તિ ની સાથે ભગવાન વિષ્ણુની મૂર્તિ પણ અવશ્ય રાખવી જોઈએ. અને લક્ષ્મી નારાયણની પૂજા હંમેશા એક સાથે કરવી જોઈએ.

ભગવાન શ્રી કૃષ્ણની પૂજા હંમેશા રાધા સાથે કરવી જોઈએ. શ્રીકૃષ્ણની રાધા સાથે ની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. શ્રીકૃષ્ણની ગાય સાથેની મૂર્તિ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં હનુમાનદાદાની તસવીર કે મૂર્તિ અવશ્ય હોવી જ જોઈએ. પરંતુ મિત્રો હનુમાન દાદા નો એવો ફોટો કે મૂર્તિ ની સ્થાપના કરવી જોઇએ જેમાં ભગવાન રામ અવશ્ય હોય. તેવી જ રીતે ભગવાન શિવજી અને માતા પાર્વતીની સાથે પૂજા કરવી એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આપણા ઘરમાં મંદિરમાં પૂજા કરતી વખતે જો આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપણને તેનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *