શું આ-ત્મહત્યામાં પણ ભગવાનની મરજી હોય છે? શાસ્ત્રોમાં તેના વિશે આવું લખ્યું છે.

Astrology

મિત્રો, આપણામાંથી ઘણા લોકોએ આ ચોપાઈ અવશ્ય સાંભળી હશે, “હોઈએ સાઇ જો રામ રચી રાખા” અર્થાત થશે એજ જે વિધાતાએ લખ્યું છે. પરંતુ ઘણી એવી ઘટનાઓ માં આપણે અસમંજસમાં મૂકાઇ જઇએ છીએ કે શું બધું જ ઈશ્વરની મરજી થાય છે? જ્યારે કોઈની આ-ત્મહત્યા વિશે સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં એ જ સવાલ ઘુમ્યા કરે છે કે શુ આના પાછળ પણ ભગવાનની મરજી છે કે નહીં. આ સવાલ ના જવાબ માટે સૌથી પહેલા આપણે કર્મને જાણવું પડશે. ભગવદ્ ગીતા અનુસાર કર્મના આધારે જ આપણને બીજો જન્મ મળે છે. અને કઈ યોનિમાં જન્મ મળવાનો છે એ પણ કર્મ આધારિત જ છે.

તેના માટે આપણી કર્મના સિદ્ધાંતને ખૂબ જ ઝીણવટપૂર્વક સમજવો પડશે. વ્યક્તિ નિરંતર કર્મ કરે છે. કર્મ નો સંબંધ આપણા શરીર,મન,મસ્તિષ્ક ની ગતિ સાથે છે. શરીર,વાણી અને મનથી કરેલી ક્રિયાને કર્મ કહેવાય છે. કર્મ ત્રણ પ્રકારના હોય છે સંચિત કર્મ પ્રારબ્ધ કર્મ અને ક્રિયામાન કર્મ. ઘણા જન્મના ભેગા થયેલા કર્મ સંચિત કર્મ કહેવાય. સંચિત કર્મોનો જે હિસ્સો આ જન્મમાં ભોગવવાનો છે તેને પ્રારબ્ધ કહે છે. ક્રિયમાણ કર્મ એ છે જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. કર્મ વિશે તુલસીદાસે કહ્યું છે ભગવાને સંસારની કર્મ પ્રધાન બનાવ્યું છે તેમાં જે મનુષ્ય જેવું કર્મ કરશે તેવું ફળ પ્રાપ્ત કરશે.

શાસ્ત્રો મુજબ આ-ત્મહત્યા નિશ્ચિત હોતી નથી. ભગવાને દરેક મનુષ્યને મનોસ્થિતિ આપી છે. મનુષ્ય તેનો ઉપયોગ જેવો કરશે તેવું પરિણામ પ્રાપ્ત થશે. જ્યારે મનુષ્ય કોઈ દુઃખ કે ચિંતના કારણે એવી મનની સ્થિતિમાં પહોંચી જાય છે કે તેને એવું લાગે છે હવે જીવનમાં કંઇ જ બાકી રહ્યું નથી, તેને ચારે બાજુ દુઃખ જ દેખાય છે ત્યારે તેના મનમાં આ-ત્મહત્યા જેવો આત્મઘાતી વિચાર આવે છે. પરંતુ એ જ મનોસ્થિતિમાં ધ્યાન અને ભગવાનની ભક્તિ કરવાનો પણ વિકલ્પ હોય જ છે. ભગવાને મનો સ્થિતિ બદલવાનો પૂરો હક મનુષ્યને આપ્યો છે. આ મનોસ્થિતિને માણસ કેવી રીતે ઉપયોગ કરે છે તે માણસના હાથમાં છે તેમાં ઈશ્વર કંઈ જ કરતા નથી.

તેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો પરીક્ષામાં બહુવિકલ્પ પ્રશ્નો હોય છે અને તેમાંથી આપણે કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે. આપણા મનમાં પ્રતિદિન હજારો વિચારો આવે છે અને જાય છે. જે વિચાર વારંવાર આવે છે તેના પર આપણે અમલ કરી લઈએ છીએ. અને આ વિચાર કર્મમાં પરિવર્તિત થાય છે. જો સારો વિચાર આવશે તો સારા કર્મમાં પરિવર્તિત થશે અને ખરાબ વિચાર ખરાબ કર્મમાં પરિવર્તિત થશે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે આપણા સારા અને ખરાબ કર્મ આપણા વિચારો પર આધારિત છે.

એટલા માટે જ સંતો સમજાવે છે કે આ જન્મમાં અને આવતા જન્મમાં પણ સુખી રહેવું હોય તો મનસા, વાચા, કર્મણા એટલે કે મનથી, વાણીથી, કર્મથી કોઈનું ખરાબ કરવું નહીં. આપણે પ્રકૃતિ કે પરિસ્થિતિને બદલી શકતા નથી પરંતુ આપણે આપણા કર્મને અવશ્ય બદલી શકીએ છીએ. સુખ અને દુઃખ જીવનનો જ હિસ્સો છે. માણસ જીવનમાં ન હંમેશાં દુઃખી રહે છે કે ન હંમેશા સુખી રહે છે. આપણે સ્વયં આપણા ભાગ્યના નિર્માતા છીએ એટલે જો આપણા કર્મ સારા હશે તો આપણે પરિસ્થિતિ સામે લડી શકીશું. નહીં તો આપણી આત્મઘાતી પગલું પણ ભરીશું. આ-ત્મહત્યા ભગવાનની મરજી કદી પણ નથી હોતી. એટલા માટે ગરૂડ પુરાણમાં તેને મહા પાપ માનવામાં આવે છે અને કહેવામાં આવ્યું છે કે આવું પગલું કરવાથી મૃતક આત્માને ખુબ જ કષ્ટ ભોગવવાં પડે છે અને તેની મુક્તિમાં પણ ખૂબ જ સમસ્યાઓ આવે છે. જય શ્રી ક્રિષ્ના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *