શાસ્ત્રો મુજબ આત્મા મનુષ્યના મૃત્યુ પછી આટલા દિવસ પછી ફરીથી જન્મ લે છે.

Astrology

મિત્રો, આત્મા અમર છે એટલે કે તેનો નષ્ટ થતો નથી. શાસ્ત્રો મુજબ આત્મા આપણા પરમેશ્વર એટલે કે પરમાત્માનો જ અંશ છે. આત્મા ફક્ત શરીર બદલે છે. આત્મા મૃત્યુ કદી પામતી નથી આવું ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતામાં પણ કહ્યું છે. વૈજ્ઞાનિકોએ પણ ઘણા માણસો સાથે થયેલા મૃત્યુના અનુભવ પર રિસર્ચ કર્યું છે. તેમાં મોટાભાગના લોકોની વાતમાં સમાનતા જોવા મળી છે.

મનુષ્ય નું મૃત્યુ જ્યારે નિકટ આવી જાય છે ત્યારે તેને દેખાવાનું બંધ થઈ જાય છે, ખાવા પીવાનું છોડી દે છે અને તે બેહોશીની અવસ્થામાં હોય છે. અને જ્યારે આત્મા તેનું શરીર છોડે છે જ્યારે તેને પોતાને ખબર જ નથી પડતી કે તે મૃત્યુ પામી ચૂક્યો છે. અને આત્મા આશ્ચર્યચકિત થઇને પોતાના જ શરીરને બેહોશ થઈ ગયેલું જોવે છે. આજુબાજુમાં લોકોને રડતા જુએ છે. અને કેટલીક ક્ષણો બાદ તે આત્માને ખબર પડી જાય છે કે તેનુ શરીર મૃત્યુ પામી ચૂક્યું છે.

સામાન્ય રીતે આત્માને બીજું શરીર તરત જ મળી જાય છે તો કેટલીક આત્માને ત્રણ દિવસ પછી શરીર મળે છે. વધુમાં વધુ દસ દિવસ કે તેર દિવસ પછી આત્માને નવું શરીર મળી જાય છે. એટલા માટે મૃત વ્યક્તિની દસમા અને તેરમાની વિધિ કરવામાં આવે છે. બે પ્રકારની આત્માઓને નવો જન્મ જલ્દી મળતો નથી. જેમાં એક છે દેવાત્મા, સારા કર્મો કરેલી આત્મા દેવાત્મા હોય છે.તેમને પ્રભુ જ્યાં સુધી કોઈ સારી જગ્યા ન મળે ત્યાં સુધી તેમને ફરીથી જન્મ આપતા નથી. પ્રભુ તે આત્માને પોતાની પાસે રાખે છે. ખૂબ જ વધારે અત્યાચારી માણસોને પણ ઝડપથી બીજો જન્મ મળતો નથી. કારણકે આવી આત્માઓ માટે પણ તેમને લાયક કોઈ ગર્ભ ન મળે ત્યાં સુધી તેમને ભગવાન જન્મ આપતા નથી. ત્યાં સુધી તેમને નર્કમાં સજા ભોગવવી પડી છે.

વિજ્ઞાન પણ માને છે કે આપણા શરીરમાં કોઈ તો એવી એનર્જી છે જેના કારણે આપણે જીવિત રહી શકીએ છીએ. આપણા વૈજ્ઞાનિકો આપણા હૃદય વિશે ઘણું બધું જાણે છે, તેનું ઓપરેશન કરી શકે છે પરંતુ વૈજ્ઞાનિકોની લેબોરેટરીમાં તે હૃદય માં રહેલી લાગણીઓ તેઓ જાણી શકતા નથી, વૈજ્ઞાનિકો મનુષ્યનું આખું મગજ ખોલી શકે છે, પરંતુ મગજમાં રહેલી યાદો કે મેમરી માં શું છે તે જાણી શકતા નથી. આવી ઘણી બધી બાબતો છે જેના જવાબ વૈજ્ઞાનિકો પાસે નથી. પરંતુ આનાથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે એવું કંઈક તો છે જે માણસની પકડથી ખૂબ જ દૂર છે. અને એ જ છે પરમાત્મા. અને આ પરમાત્માનો અંશ એટલે આપણી આત્મા. હર હર મહાદેવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *