સાયટીકા: કમરથી પગની આંગળીઓ સુધી સુધી થતો અસહ્ય દુખાવો, જાણો શરૂઆતના લક્ષણો અને તેનો ઉપાય.

Astrology

મિત્રો, મોટાભાગના લોકોને કમરથી પગની એડી સુધી નસનો દુખાવો થાય છે પરંતુ આ દુખાવો શાના કારણે થાય છે જેનાથી લોકો અજાણ હોય છે. કમરથી પગની એડી સુધી નસના દુખાવાને સાયટિકા કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં આપણે તેને રાંઝણ કહીએ છીએ. આ દુખાવો કમરના હાડકા માંથી શરૂ થઈને, થાપા થી પગની આંગળીઓ સુધી જાય છે. સાયટીકાના કેટલાક લક્ષણો છે જે આજે આપણે જાણીશું.

સાયટીકાનો દુખાવો કરોડના છેલ્લા મણકાથી શરૂ થઈને નિતંબ ભાગથી, જાંગ અને પગ સુધી પહોંચે છે. સામાન્ય રીતે આ દુખાવો એક બાજુના ભાગમાં હોય છે. એટલે કે કમળના એક ભાગથી એક બાજુના પગમાં દુખાવો રહે છે પરંતુ કેટલાક કિસ્સામાં તે બંને બાજુ હોય છે. જ્યારે દર્દી બેસે છે ત્યારે આ દુખાવો વધી જાય છે એટલે કે બેસતી વખતે દુખાવો વધુ થાય છે. સાયટીકા ના દુખાવા માં થાપા ની જગ્યાએ કે પગમાં બળતરા પણ રહે છે. ઘણીવાર જે પગમાં દુખાવો છે તે પગમાં કમજોરી પણ મહેસુસ થાય છે અને પગમાં ખાલરી ચડી જાય છે.

હવે આપણે સાઈટીકા થવાના કારણ વિશે જાણીશું. જ્યારે કરોડરજ્જુના મણકાની ગાદી ખસે છે ત્યારે તેની મુખ્ય નસ પર દબાણ થાય છે ત્યારે સાઇટીકાના દુખાવાની શરૂઆત થાય છે. વધુ વજન ઉપાડી લેવાના કારણે, અચાનક કમરમાંથી નીચા વળવાથી આ સમસ્યા ઉભી થાય છે. ડીસ્ક સ્લીપના કારણે પણ સાયટીકા થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ સાઈટીકા થઈ શકે છે પરંતુ તે સમય જતા આપોઆપ ઠીક થઈ જાય છે. શરીરના મોટાપાના કારણે પણ આ સમસ્યા ઊભી થાય છે. કરોડના નીચલા ભાગમાં જો કોઇ ઇજા થઇ હોય તો પણ આ સમસ્યા થઈ શકે છે. ખૂબ જ ઓછા કિસ્સામાં મણકામાં જો કોઈ ગાંઠ હોય તો પણ આ સમસ્યા ઉદભવી શકે છે. જે લોકો ખૂબ જ નરમ પથારીમાં સુવે છે તેવા લોકોમાં પણ સાયટીકાનો પ્રોબ્લેમ વધુ જોવા મળે છે.

સાયટીકાના ઇલાજમાં ફિઝીયોથેરાપી અને વ્યાયામ ખૂબ જ મદદ કરે છે. સાયટીકાના દર્દીને ઓપરેશનની જરૂર પડતી નથી. આ દર્દને દૂર કરવા માટે દરરોજ અડધા કલાક સુધી ગરમ નવશેકા પાણીમાં બેસવું જોઈએ. આ સમસ્યા મુખ્યત્વે વાયુથી થતી હોવાથી શરીરમાં વાયુ ઉત્પન્ન થાય એવા ખોરાકથી દૂર રહેવું જોઈએ. કોઈ સપાટ જગ્યા પર સીધા સૂઈ રહેવું અને પગ પણ સીધા રાખવા. અચાનક વાંકા વળીને બેસવું નહીં. ગરમ પાણી માં બેસ્યા બાદ પગની પાનીથી લઈ નિતંબ સુધી મહાનારાયણ તેલથી હળવા હાથે માલિશ કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *