રસોડામાં થતી આ 3 ભુલો પતિને બરબાદ કરી દે છે.

Astrology

મિત્રો, જે રીતે શિવજી અને માતા ગૌરી એકબીજાના પૂરક છે એટલે કે અર્ધનારેશ્વર છે એવી જ રીતે પતિ-પત્ની એકબીજાના અર્ધ અંગ હોય છે એટલા માટે પત્નીને અર્ધાંગિની કહેવામાં આવે છે. પતિનું ભાગ્ય પત્ની સાથે જોડાયેલું હોય છે તેવી જ રીતે પત્નીએ કરેલા ધર્મ, યજ્ઞ પુણ્ય કાર્ય વગેરેનું ફળ પતિને પણ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે પત્ની દ્વારા થતી ભૂલો પતિને પણ સહન કરવી પડે છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં મહિલાઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે પરંતુ કેટલીક સ્ત્રીઓના ખરાબ વર્તનના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.

ઘરની મહિલાઓને સંધ્યાના સમયે વાળ ખુલ્લા રાખીને ઘરમાં ફરવું જોઈએ નહીં. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સંધ્યા સમયે વાળ ખોલીને ઓળાવવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. મુખ્ય દ્વારના ઉમરા પર બેસીને કોઈ પણ સ્ત્રીએ ભોજન કરવું જોઈએ નહીં. માતા લક્ષ્મી મુખ્ય દ્વાર પરથી ઘરમાં પ્રવેશ કરે છે અને જે સ્ત્રી માતા લક્ષ્મીનો રસ્તો રોકે છે તેના ઘરે લક્ષ્મી માતા પધારતા નથી. ઘણી મહિલાઓ સવારે મોડે સુધી ઊંઘે છે. તેનાથી ઘરમાં નકારાત્મક વાતાવરણ ફેલાય છે. ઘરમાં એંઠા વાસણો રાખવા જોઇએ નહીં. રસોડાને અવશ્ય સ્વચ્છ રાખવું જોઈએ.

રસોડું ઘરની મહત્વપૂર્ણ જગ્યા છે જય માતા અન્નપૂર્ણા વાસ કરે છે. રસોડામાં પણ સ્ત્રીઓએ કેટલાક નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ. રસોડા ની સઘડી ઉપર એંઠા વાસણો મુકવા જોઈએ નહીં આમ કરવાથી માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે અને જેના પરિણામે ઘરમાં ધન-ધાન્યની ખોટ પડે છે. જે સ્ત્રીઓ રસોડાને ગંદુ એટલે કે અસ્વચ્છ રાખવાની ભૂલ કરે છે તે ઘરમાં ઘણા બધા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને પરિવારના સભ્યો રોગોનો ભોગ પણ બને છે.

રસોડાની સફેદ રંગની વસ્તુઓ દિવસ આથમ્યા બાદ અન્ય કોઈ વ્યક્તિને આપવાની ભૂલ કોઈ સ્ત્રીએ કરવી જોઈએ નહીં. મીઠું,ખાંડ,ચોખા જેવી સફેદ રંગની ચીજવસ્તુઓ સૂર્યાસ્ત બાદ કોઈપણ વ્યક્તિને આપવી જોઈએ નહીં. આમ કરવાથી માતા લક્ષ્મી ઘરમાંથી વિદાય લઈ લે છે અને પરિવાર ગરીબીનો ભોગ બને છે. રસોડામાં રાંધેલા ખોરાકનો અન્નનો બગાડ પણ કરવો જોઈએ નહીં કે ભોજન ફેંકી દેવું જોઈએ નહીં તેને માતા અન્નપૂર્ણાનું અપમાન માનવામાં આવે છે. ભોજન ફેંકી દેવાને બદલે કોઈ પશુ કે ભૂખ્યા માણસને આપવું જોઈએ. રસોડાની આ કેટલીક બાબતો ઘરની લક્ષ્મી સ્ત્રીએ અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ. જય માતા અન્નપૂર્ણા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *