શાસ્ત્રોમાં કહ્યું છે, સ્ત્રીના આ અંગને અડવાથી આવે છે ભયંકર ગરીબી.

Astrology

મિત્રો, સ્ત્રીને હિન્દુ ધર્મમાં દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ સ્ત્રીઓને ઘરની લક્ષ્મી અને અન્નપૂર્ણા પણ કહેવામાં આવે છે. દરેક સ્ત્રી ઘરમાં ખુશીઓ અને સૌભાગ્ય લઇને આવે છે. ધર્મશાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ મળે છે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં હંમેશા દેવોનો વાસ થાય છે. અને માતા લક્ષ્મીની કૃપા પણ વરસે છે. અને આવા ઘરમાં કોઈ આર્થિક સંકટ પણ આવતું નથી.

પરંતુ એ પણ સત્ય છે કે દરેક મહિલા ગુણવાન અને સૌભાગ્યવતી નથી હોતી. જે પ્રકારે દુનિયામાં ગુણ અને અવગુણ બને છે એ રીતે ગુણવાન અને અવગુણી સ્ત્રીઓ પણ હોય છે. સમુદ્રશાસ્ત્રમાં હંમેશા મીઠું અને મધુર બોલવાવાળી સ્ત્રીઓને સૌભાગ્યશાળી સ્ત્રી માનવામાં આવે છે. કારણ કે મધુર બોલવા વાળી સ્ત્રી દરેક સાથે સ્નેહપૂર્વક વ્યવહાર કરે છે.જે સ્ત્રી ભગવાનની નિયમિત પૂજા કરે છે, સંકટ આવવા પર હિંમત નથી હારતી આવી મહિલાને પણ સામુદ્રિકશાસ્ત્રમાં સૌભાગ્યવતી માનવામાં આવે છે. સાસુ-સસરા અને માતા-પિતાની સેવા કરવા વાળી, દાન-પુણ્ય કરવા વાળી, પોતાના કર્તવ્યોનું પાલન નિષ્ઠાપૂર્વક કરવાવાળી સ્ત્રીઓ લક્ષ્મીનું રૂપ માનવામાં આવી છે.

આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ સ્ત્રીઓના પગનો સ્પર્શ કરે છે તે વ્યક્તિ તેને દરેક જન્મોનું પુણ્ય મળી જાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સ્ત્રીઓની નાભિને ભૂલથી પણ અડવું જોઈએ નહીં. એવી માન્યતા છે કે સ્ત્રીની નાભિમાં કાલીમાતાનો વાસ હોય છે. જેને અડવાથી કાલીમાતા નારાજ થઈ શકે છે. અને જીવનમાં ગરીબીનો શિકાર થવું પડે છે. આમ કરવાથી પુરૂષના જીવનમાં દુઃખનો પહાડ તૂટી પડી છે અને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીની નાભિ લાંબી હોય છે તેવી સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ ભરપૂર હોય છે. જે સ્ત્રીઓની નાભિ ઉંડી હોય છે તેવી સ્ત્રીઓ ખૂબ જ ભાવુક સ્વભાવની હોય છે. તેમનું દિલ ખૂબ જ સાફ હોય છે અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર હોય છે. જે સ્ત્રીઓની નાભિ ઉપરની તરફ ઊઠેલી અને ઉંડી હોય છે આવી સ્ત્રીઓ ખૂબ જ મિલનસાર સ્વભાવની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર ગોળ નાભીવાળી સ્ત્રીઓને સૌથી ગુણવાન માનવામાં આવી છે. તેઓ દયાળુ હોય છે. શાસ્ત્રો અનુસાર આપણે હંમેશા સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ કારણ કે જે પુરુષ મહિલાઓ સાથે ખરાબ વ્યવહાર કરે છે, તેમની સાથે મારપીટ કરે છે તેવા પુરુષો મૃત્યુ બાદ નર્કમાં સ્થાન મેળવે છે અને જીવતા પણ ગરીબી અને દરિદ્રતાનો સામનો કરવો પડે છે. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *