મિત્રો, આપણે સૌ જાણીએ જ છીએ મૃત માણસના શરીરને અગ્નિસંસ્કાર પહેલાં સ્નાન કરાવીને નવા કપડાં પહેરાવવામાં આવે છે પરંતુ તેના પાછળનું ધાર્મિક કારણ ઘણા ઓછા લોકો જાણતા હોય છે. આ ક્રિયાને અંતિમ સંસ્કારની એક મહત્વપૂર્ણ ક્રિયા માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં શ્રી ગુરુદેવ દત્તના નામના જાપ ઊંચા અવાજે કરીને મૃત શરીરને સ્નાન કરાવવાનું કહેવામાં આવ્યું છે.
જો કોઈ કારણવશ કોઈ તીર્થસ્થાન ઉપર અંતિમ સંસ્કાર ન કરવામાં આવે તો મૃતદેહને નહાવા માટેનું પાણી લઇને તેમાં થોડું ગંગાજળ મિલાવીને સ્નાન કરાવવું જોઈએ. સાત્વિક તરંગો યુક્તા જળ દ્વારા મૃત વ્યક્તિના શરીરને નવડાવવાથી તેના શરીરના રજ અને તમ કણોનું આવરણ નષ્ટ થઈ જાય છે. અને તેનાથી શરીરમાં શેષ વધેલી નિષ્કાસન યોગ્ત સૂક્ષ્મ વાયુ નીકળવામાં પણ સહાયતા મળે છે. આપણે જે રજ અને તમ કણોની વાત કરી તે સત્ત્વગુણ રજોગુણ અને તમોગુણ છે જે અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધી રાખે છે. આ રજ અને તમ આવરણને નષ્ટ કરવાથી આત્મામાં શેષ વધેલી કામના આસક્તિ અને અજ્ઞાનને દૂર કરી શકાય છે.
મૃતદેહને અંતિમ સંસ્કાર પહેલા નવડાવવાનો સાફ અને સીધો અર્થ તેની અંતર બ્રહ્મની શુદ્ધિ કરવાનો છે. સ્નાન કરાવ્યા બાદ ગરુડ પુરાણમાં આ મૃતદેહને ચંદન,ઘી અને તલના તેલનો લેપ કરવો જોઈએ. આ વાત ગરુડ પુરાણમાં લખેલી છે અને ત્યાર બાદ મૃતદેહને વસ્ત્ર પહેરાવવાનો વારો આવે છે. ગરુડ પુરાણમાં સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છે કે કોઈપણ મૃત શરીરને નગ્ન અગ્નિ સંસ્કાર આપવા જોઈએ નહીં. મૃત શરીરને નવા વસ્ત્રો પહેરાવીને સંપૂર્ણ રીતે ઢાંકીને જ આગળની ક્રિયાઓ કરવી જોઈએ.
ગરુડ પુરાણમાં એ પણ કહેવામાં આવ્યું છે કે મૃત શરીરને નવા અને પવિત્ર વસ્ત્રો પહેરવા જોઇએ. મૃતક શરીરને સફેદ રંગના વસ્ત્રો પહેરવામાં આવે તો તે અતિ ઉત્તમ માનવામાં આવે છે. સફેદ રંગ શુદ્ધતા અને પવિત્રતાની નિશાની છે અને હિન્દુ ધર્મમાં સફેદ રંગ શોક,મૃત્યુ અને મોક્ષ નું પ્રતીક માનવામાં આવે છે. જેના કારણે સફેદ રંગનાં વસ્ત્રો જ ઉપયોગમાં લેવાની વાત કરવામાં આવી છે. ગરુડ પુરાણમાં એ પણ કહેવામાં આવી છે કે મૃત શરીરને પહેરવાના કપડાંને ગૌમૂત્ર કે કોઈ તીર્થ જળ વડે પવિત્ર કરવા જોઈએ. આમ કરવાથી મૃતક શરીરની ચારે બાજુ એક સુરક્ષા કવચનું નિર્માણ થાય છે જે તેને ખરાબ શક્તિઓના સંપર્કમાં આવવાથી બચાવે છે.