ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે, સાપથી પણ ઝેરી છે આ 3 ભોગ.

Astrology

મિત્રો, સૃષ્ટિના પાલનહાર અને દરેક પ્રાણીઓના માર્ગદર્શક એવા ભગવાન શ્રીકૃષ્ણ સદાય દરેક પ્રાણી, જીવજંતુ અને મનુષ્યને જીવન જીવવાનો ઉત્તમ રાહ બતાવે છે. દરેક સજીવના મુશ્કેલી ભર્યા સમયમાં ભગવાન તેને અવશ્ય માર્ગ બતાવે છે પરંતુ ઘણીવાર મનુષ્ય તે માર્ગ ઉપર ચાલી શકતો નથી અને છેવટે નિષ્ફળ થાય છે. ભગવદગીતા દ્વારા પણ ભગવાન શ્રીકૃષ્ણને મનુષ્યને કેવા કર્મો કરવા જોઈએ અને કેવા કર્મોથી દૂર રહેવું જોઈએ તેનું જ્ઞાન સમગ્ર સૃષ્ટિને આપ્યું છે.

શ્રીકૃષ્ણ કહે છે મનુષ્ય પોતાના જીવનમાં ઘણીવાર ભોગવિલાસમાં એટલો ડૂબી જતો હોય છે કે તે મનુષ્ય તે ભોગ દ્વારા દુર્ગતિ તરફ જઈ રહ્યો હોય છતાં તે અજાણ હોય છે. મનુષ્ય પોતાના જીવન દરમિયાન ઘણા બધા ભોગ ભોગવતો હોય છે. એમાંથી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્ય ફક્ત ત્રણ વસ્તુઓ પાછળ દોડે છે. પહેલી વસ્તુ છાયા એટલે કે સહારો સંબંધ બીજી વસ્તુ કાયા એટલે સુંદર સુડોળ શરીર અને ત્રીજી વસ્તુ માન-સન્માન એટલે કે ઐશ્વર્ય.

ભગવાન કહે છે કે નવાઈ લાગે એવી વાત એ છે કે સમય આવે ત્યારે આ એ જ ત્રણ વસ્તુઓ છે જે સૌથી પહેલાં તમારો ત્યાગ કરી દે છે. જ્યારે અંધકાર હોય ત્યારે તમારો પડછાયો તમારો ત્યાગ કરી દે છે, વૃદ્ધાવસ્થામાં કાયા તમારો ત્યાગ કરી દે છે અને છેલ્લે અંતમાં આ સમગ્ર મોહમાયા પણ તમારો ત્યાગ કરી જ દે છે. ભગવાન કહે છે કે આ વસ્તુઓ માંથી કોઈપણ કામમાં નહીં આવે જેની પાછળ મનુષ્ય જીવન ભર દોડે છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જીવનમાં જો કોઈ કામ આવે એવી વસ્તુ હોય તો તે તમારો પ્રેમ પૂર્વકનો વ્યવહાર જે તમે સંસારમાં આપ્યો છે. પ્રેમ જ એવી વસ્તુ છે જે અંધકારમાં પણ દીપક બનીને અજવાળું કરશે. પ્રેમ જ એવી વસ્તુ છે જે ઘડપણમાં હાથ પકડીને સહારો આપશે. અને જ્યારે તમારી પાસે ધન નહીં હોય ત્યારે પ્રેમ જ એવી વસ્તુ છે જે તમને સહયોગ કરશે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જીવનમાં જો કંઈક કમાવવું છે તો ફક્ત પ્રેમ કમાઓ અને એ જ પ્રેમપૂર્વક બોલો, “રાધે રાધે”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *