રાતના સમયે કેમ અગ્નિસંસ્કાર કરવામાં નથી આવતો, શાસ્ત્રો મુજબ આ છે તેનું કારણ.

Astrology

મિત્રો, કોઈ વ્યક્તિ આપણું ગમે તેટલું પ્રિય કેમ ન હોય જ્યારે તેનું મૃત્યુ થાય છે ત્યારે એક બાજુ તે વ્યક્તિના મૃત્યુનું દુઃખ હોય છે તો બીજી બાજુ તે વ્યક્તિના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. ગરુડ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે કે જ્યાં સુધી કોઈ ગામ કે મહોલ્લામાં કોઈની લાશ ઘરમાં પડી હોય ત્યાં સુધી કોઈના ઘરે ન તો પૂજાપાઠ થાય છે અને કોઈના ઘરમાં ચૂલો પણ સળગાવવામાં નથી આવતો. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ દિવસ આથમ્યા પછી થાય છે ત્યારે તેના અંતિમ સંસ્કાર માટે સવાર સુધી રાહ જોવામાં આવે છે.

ગરુડ પુરાણમાં રાત્રે અંતિમ સંસ્કાર કરવા વર્જિત માનવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર આ પ્રતિબંધ પાછળનું કારણ અંતિમ સંસ્કાર પછી મૃત વ્યક્તિને પરલોકમાં મળવાવાળું કષ્ટ છે. રાત્રે અગ્નિસંસ્કાર આપવાથી મૃતકને બીજા જન્મમાં જે પણ રૂપમાં જન્મ લેશે ત્યારે તેના કોઇના કોઇ અંગમાં દોષ હોવાની શક્યતાઓ વધી જાય છે. ગરુડ પુરાણ અનુસાર એટલા માટે જ જ્યારે કોઈ વ્યક્તિ ની રાત્રે મૃત્યુ થાય છે ત્યારે તેને બીજા દિવસે સવારે જ અગ્નિસંસ્કાર આપવામાં આવે છે.

ગરુડ પુરાણ અનુસાર જો કોઈ મૃત વ્યક્તિનો અંતિમ સંસ્કાર યોગ્ય સમય ન કરવામાં આવે તો તેની આત્માને મુક્તિ મળતી નથી અને આવી આત્મા મૃત્યુ પછી પણ પ્રેત બનીને આ પૃથ્વીલોક પર ભટક્યા કરે છે. આપણાં શાસ્ત્રો મુજબ એ પણ કહેવામાં આવ્યું છે કે સૂર્યાસ્ત બાદ સ્વર્ગના દ્વાર બંધ થઈ જાય છે અને નર્કના દ્વાર ખૂલી જાય છે. આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર સૂર્ય જીવન અને ચેતનાનો પ્રતીક છે. સૂર્યને આત્માનો કારક કહેવામાં આવે છે. આત્મા સૂર્યમાંથી જ પેદા થાય છે અને સૂર્ય માં જ ગાયબ થઈ જાય છે. એટલા માટે ગરૂડ પુરાણમાં દાહ સંસ્કાર સૂર્યદેવની હાજરી માં દિવસે જ કરવાનું કહેવામાં આવ્યું છે.

પૌરાણિક ગ્રંથો અનુસાર જે વ્યક્તિની મૃત્યુ રાત્રે થઈ છે એવા વ્યક્તિના મૃત શરીરને કદી પણ ઘરમાં ન રાખવું જોઈએ. મૃતકના શરીરને તુલસીના છોડની પાસે દીવો સળગાવીને રાખવું જોઈએ. ગરુડ પુરાણમાં એ પણ કહેવામાં આવ્યું છે કે રાત્રે મૃતકના શરીરને કદી પણ એકલું ન છોડવું જોઈએ કારણ કે મૃતક શરીર ઉપર નકારાત્મક શક્તિઓના હાવી થવાનો ડર રહે છે. એટલા માટે કોઈ ના કોઈ વ્યક્તિએ મૃતક વ્યક્તિના શરીર જોડે બેસવું જ જોઈએ.

આપા ધર્મશાસ્ત્રો અનુસાર રાત્રે અગ્નિસંસ્કાર એટલા માટે પણ કરવામાં નથી આવતો કારણ કે રાત્રે આસુરી શક્તિઓ પ્રબળ બની જાય છે અને મૃતક પરિજનના મોક્ષના રસ્તામાં બાધા બની શકે છે. શાસ્ત્રો અનુસાર શરીર પૃથ્વી, જળ ,અગ્નિ વાયુ અને આકાશ એમ પાંચ તત્વોનું બનેલું છે. અને જ્યારે કોઈનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે એ પાંચ તત્વો પાછા તે તત્વો માંજ વિલીન થઈ જાય છે. એટલા માટે મનુષ્યના અંતિમ સંસ્કારને સંપૂર્ણ વિધિ-વિધાન અને કોઈ પણ ચૂક વગર કરવુ જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *