નખ રાત્રે કેમ ન કપાય? મંદિર માં ઘંટ કેમ હોય છે? ઘર કે દુકાન ની બહાર લીંબુ મરચા કેમ લગાવવામાં આવે છે? જાણો આ પાછળ નું વિજ્ઞાન

Astrology

અંધશ્રદ્ધા અને શ્રદ્ધા માં ફરક હોય છે. ઘણી વાર એવું થયું હોય છે કે બધા કરતા હોય એટલે એ કાર્ય આપણે પણ જોયા, જાણ્યા અને સમજ્યા વિના કરતા હોઈએ છીએ. મંદિર માં જઈને કોઈએ ઘંટ વગાડ્યો એટલે આપણે પણ એ જ કરીયે છીએ. તમે એ જાણવાની કોશિશ કરી કે મંદિર માં ઘંટ કેમ મુકાય છે? ભક્તો તેને કેમ વગાડે છે? આવી તો ઘણી બધી માન્યતા છે પણ આપણે તેના પાછળ ની હકીકત જાણતા નથી. આવો આજે આવી જ કેટલીક માન્યતા પાછળ ની હકીકત જાણવાની કોશિશ કરીએ.

૧. મંદિર માં ઘંટ શા માટે વગાડવાંમાં આવે છે?

માન્યતા

મંદિર માં જઈ ઘંટ વગાડવાથી ભગવાન ખુશ થાય છે

હકીકત

મંદિરોમાં ઘંટ તાંબાના હોય છે, આથી તે વગાડવાથી તેમાંથી જે અવાજ આવે છે તેનાથી આજુ બાજુ ના સૂક્ષ્મ બેક્ટેરિયા મરી જાય છે, ઉપરાંત આ અવાજ થી આપણા શરીરના સાતેય કેન્દ્ર એકટીવ થઇ જાય છે.

૨. દહીં ખાઈને બહાર જવું

માન્યતા

દહીં ખાઈને ઘરની બહાર જવાથી લાભ થાય છે અને બધું શુભ થાય છે

હકીકત

ગરમીની ઋતુમાં દહીં ખાવાથી તે શરીર ને અંદર થી ઠંડુ રાખે છે, ઉપરાંત તેમાં ખાંડ ઉમેરીને ખાવાથી શરીરને ગરમીમાં પણ પર્યાપ્ત ગ્લુકોજ મળી રહે છે.

૩. દરવાજા પર લીંબુ મરચા લટકાવવા

માન્યતા

ખરાબ નજર થી બચવા લોકો દરવાજા પર લીંબુ મરચા લટકાવે છે

હકીકત

લીંબુ અને મરચામાં સાયટ્રીક એસિડ હોય છે જે જીવ જંતુ – કીડી – મકોડાને ઘર થી દૂર રાખે છે

૪. રાત્રે નખ ન કાપવા જોઈએ

માન્યતા

રાત્રે નખ કાપવાથી નુકશાન થાય છે અને કોઈની નજર પણ લાગે છે

હકીકત

પહેલાના જમાનામાં નખ કાપવાના સાધન ન હતા. કોઈ ધારદાર હથિયાર વડે નખ કપાતા. તે સમયે વીજળી તો હતી નહિ માટે રાતના અંધારામાં નખ કાપવાથી ક્યાંક આંગળી પણ કપાઈ શકે છે માટે તે સમયે રાત્રે નખ નહોતા કપાતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *