મૃત્યુના ત્રણ દિવસ પછી જ સ્મશાનમાંથી કેમ અસ્થિઓ વીણીને લાવવામાં આવે છે, શાસ્ત્રો મુજબ આ છે તેનું કારણ.

Astrology

મિત્રો, સ્મશાન ઘાટ એવી જગ્યા છે જ્યાં મનુષ્યના જીવનનો અંત થાય છે. અને ત્યારબાદ મનુષ્યના છેલ્લા અંશ એટલે કે તેની અસ્થિઓને નદીમાં વિસર્જિત કરીને સંસારમાં રહેલી તેની આખરી નિશાનીને પણ ખતમ કરી દેવામાં આવે છે. આ અસ્થિઓને સ્મશાન ઘાટમાંથી અગ્નિસંસ્કારના ત્રણ દિવસ પછી એકત્ર કરવામાં આવે છે. આપણા 18 પુરાણ માંથી એક ગરુડ પુરાણમાં મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધી ના તમામ રહસ્યોને ઉજાગર કરવામાં આવ્યું છે.

ગરુડ પુરાણમાં મૃત્યુના ત્રણ દિવસ પછી અસ્થિ સંચય તથા અસ્થિ સંચય કરવાના કેટલાક નિયમો પણ દર્શાવેલ છે. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ ના ત્રીજા, સાતમા અને નવમા દિવસે સંચય કરવો જોઈએ. ગરૂડ પુરાણ કહે છે કે મનુષ્યના મૃત્યુના ત્રણ દિવસ પછી જ અસ્થિ એકત્ર કરવા યોગ્ય છે. કારણકે મંત્રોના ઉચ્ચારણ ના કારણે અસ્થિઓમાં આકાશ અને તેજ તત્વોના સંયુક્ત તરંગોનું સંક્રમણ થાય છે. જે ત્રણ દિવસ પછી ઓછું થવા લાગે છે. જેના કારણે અસ્થિઓને ચારેબાજુ રહેલું સુરક્ષા કવચ નબળું પડવા લાગે છે.

આ સુરક્ષાકવચ નબળું પડતા અસ્થિઓ ઉપર અનિષ્ટ શક્તિઓ એટલે કે પ્રેતાત્માઓ તેના પર કાબુ મેળવી જીવના દેહને કષ્ટ પહોંચાડે છે. અને આ અનિષ્ટ શક્તિઓ મૃતકના માધ્યમથી તેના પરિવારજનોને પણ કષ્ટ પહોંચાડી શકે છે. આવું કોઈ અનિષ્ટ ન બને એટલા માટે જ અસ્થિઓને સ્મશાન ઘાટમાંથી હટાવી લેવામાં આવે છે. પરંતુ અસ્થિઓને સ્મશાન ઘાટ માંથી આવતા પહેલા તેની પૂજા કરવી જરૂરી હોય છે. પછી અસ્થિઓ ભેગી કરીને તેને એક સાફ પિત્તળની થાળીમાં સફેદ કપડાંથી ઢાંકીને એક લાલ કપડામાં મૂકીને સ્મશાન ઘાટ ની બાજુમાં કોઈ પીપળાના વૃક્ષના નીચે દાટીને એક વર્ષ સુધી દરરોજ તેને પાણી આપવું જોઈએ જેને આપણે ત્રીજા દિવસથી સાતમા દિવસ સુધી બરાબર વહેંચીને સાત દિવસ સુધી પાણી આપીને પૂરું કરીએ દઈએ છીએ.

આ દિવસથી ઘરમાં ફક્ત ભાત અને શાક બનાવીને જમવું જોઈએ. શાકભાજીમાં એ જ શાક બનાવવું જોઈએ છે મૃતક આત્માને પસંદ હતું. અને ગરુડ પુરાણ અનુસાર દસ દિવસ પછી કોઈ તીર્થ સ્થાને શ્રાધ કરીને અસ્થિઓનું વિસર્જન કરવું જોઈએ. અસ્થિઓનું વિસર્જન કર્યા બાદ બ્રાહ્મણોને અને મંદિરમાં તથા ગરીબ માણસો અને પશુ પક્ષીઓ માટે દાન-પુણ્ય અવશ્ય કરવું જોઈએ જેથી મૃતક આત્મા સદગતિ પ્રાપ્ત કરે છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *