મિત્રો, પ્રાચીન કાળમાં સ્ત્રીઓને ઘણા એવા શ્રાપ આપવામાં આવ્યા હતા જે સ્ત્રીઓ આજે પણ ભોગવે છે. એવો જ એક ભયંકર શ્રાપ સ્ત્રીઓને મળ્યો હતો કે તે તેમના પેટમાં કોઈ પણ વાત છુપાવી નહી શકે. આ શ્રાપ મહાભારત યુદ્ધ દરમિયાન યુધિષ્ઠિર સમસ્ત સ્ત્રીઓને આપ્યો હતો. જ્યારે અર્જુને મહાભારતના યુદ્ધમાં કર્ણને હત્યા કરી ત્યારે માતા કુંતી એ રડતા રડતા પાંડવોને કહ્યું હતું કે કર્ણ તમારો શત્રુ નહીં પરંતુ તમારો સૌથી મોટો ભાઈ હતો. જ્યારે આ સત્યની પાંડવોને ખબર પડી ત્યારે તેમને અત્યંત દુઃખ થયું. યુધિષ્ઠિર આ સત્ય જાણીને ખૂબ જ વધારે ક્રોધિત થયા.
યુધિષ્ઠિર માતા કુંતી પર ક્રોધ કરતા બોલ્યા કે જો તમે આ રહસ્ય અમને પહેલેથી જ કહી દીધું હોત તો અમે કદી પણ પોતાના મોટાભાઈ ની સાથે યુદ્ધ ન કરત. ક્યારે યુધિષ્ઠિર એ સમસ્ત નારી જાતિને એ શ્રાપ આપ્યો કે આજ પછી કોઈપણ સ્ત્રી તેના પેટમાં કોઈ પણ વાત રાખી શકશે નહીં. આજે કળિયુગમાં પણ સ્ત્રીઓ આ શ્રાપ ભોગવી રહી છે. આજે પણ સ્ત્રીઓ તેમના પેટમાં કોઈ પણ વાત રાખી શકતી નથી.
સ્ત્રીઓને દર મહિને પાંચ દિવસ માસિક પીડા સહન કરવી પડતી હોય છે. આ પીડા પણ સ્ત્રીઓને એક શ્રાપના રૂપમાં મળેલી છે. ભાગવત પુરાણ અનુસાર એકવાર દેવતાઓના ગુરુ બૃહસ્પતિ દેવરાજ ઇન્દ્ર થી ક્રોધિત થઈ ગયા. આ સ્થિતિનો લાભ ઉઠાવીને અસુરોએ સ્વર્ગ પર આક્રમણ કરી દીધું. દેવરાજ ઇન્દ્રને પોતાનું સ્વર્ગ છોડીને ભાગવું પડ્યું. ત્યારે બ્રહ્માજીએ દેવરાજ ઈન્દ્રને કહ્યું કે તારે કોઈ બ્રહ્મચારીની સેવા કરવી જોઈએ જેથી તમને તમારું સ્વર્ગ પાછું મળે. આ સાંભળીને દેવરાજ ઈન્દ્રએ એક પરમ જ્ઞાની માણસની સેવા કરવાનું શરૂ કરી દીધું.
દેવરાજ ઇન્દ્ર તે વાતથી અજાણ હતા કે તે પરમ જ્ઞાની પુરુષની માતા અસુર હતી. તેના મનમાં અસુરો પ્રત્યે વિશેષ સ્થાન હતું. એટલા માટે તે ઇન્દ્રદેવની બધી જ હવન સામગ્રી અસુરોને ચડાવી રહ્યો હતો. જ્યારે દેવરાજ ઈન્દ્રને આ વાત ખબર પડી ત્યારે તેઓએ ક્રોધિત થઈને પરમ જ્ઞાની પુરુષની હત્યા કરી દીધી. ઇન્દ્ર દેવના આ કાર્યથી તેમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. જે પાપ એક રાક્ષસના રૂપમાં ઇન્દ્ર દેવના પાછળ પડી ગયું. તેનાથી છુટકારો મેળવવા માટે દેવરાજ ઇન્દ્રએ પોતાની જાતને એક ફૂલમાં સંતાડી દીધી. અને એક લાખ વર્ષો સુધી ભગવાન વિષ્ણુ ની તપસ્યા કરી.
ભગવાન વિષ્ણુએ ખુશ થઈને ઇન્દ્રદેવને બચાવી લીધા. ભગવાન વિષ્ણુએ ઈન્દ્રને કહ્યું કે તે આ પાપના કેટલાક અંશને વૃક્ષ, પૃથ્વી, જળ અને સ્ત્રીને આપી દે. આ ચાર તત્વોએ ઇન્દ્ર દેવનો આગ્રહ સ્વીકાર કર્યો. અને પાપના ભાગીદાર બનવા માટે તેમને વરદાન પણ મળ્યું. વૃક્ષને વરદાન મળ્યું કે તે પોતાની જાતને ગમે ત્યારે જીવિત કરી શકે છે. પાણીને વરદાન મળ્યું કે તે કોઈ પણ વસ્તુને સ્વચ્છ કરી શકશે. પૃથ્વીને વરદાન મળ્યું કે તેને લાગેલા બધા ઘા આપો આપ ઠીક થઈ જશે. અંતમાં સ્ત્રીને ઇન્દ્રના પાપ સ્વરૂપે માસિક ધર્મની પીડા મળી. તેના માટે દેવરાજ ઇન્દ્રએ સ્ત્રીઓને એ વરદાન આપ્યું કે તે પુરુષોની સરખામણીએ કામ એટલે કે શારીરિક સુખની મજા બે ઘણી વધારે માણી શકશે. આ રીતે નારી જાતિને મળ્યા હતા આ બે ભયંકર શ્રાપ. જય શ્રી કૃષ્ણ