કેન્સર એટલે કેન્સલ નહીં ગુજરાતમાં થાય છે માત્ર 1 રૂપિયામાં મહારોગનો ઇલાજ

Health

વલસાડ: આજના આધુનિક યુગ બદલાતા ખાન-પાન પ્રદુષણ અને વ્યસનના કારણે કેન્સર જેવા મહારોગ થાય છે. કેન્સર એટલે કેન્સલ માનવામાં આવે છે. જો કે ભારતીય આયુર્વેદમાં આ કર્ક રોગ એટલે કેન્સરને જડમૂળથી દૂર કરવા અનેક પધ્ધતિ છે. ત્યારે વલસાડના વાગલધરા ગામ ખાતે આવેલી એક હોસ્પિટલમાં માત્ર 1 રૂપિયામાં કેન્સરને નાથવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

પ્રભાવ હેમ કામધેનું ગીરીવિહાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ છે કેન્સર હોસ્પિટલ. આ હોસ્પિટલ દેશના અનેક દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઇ છે. વલસાડથી આશરે 15 કિલોમીટર દૂર નેશનલ હાઇ-વે પર આવેલી આ હોસ્પિટલમાં 150 બેડની વ્યવસ્થા છે. આ હોસ્પિટલમાં અનેક રોગની સારવાર આપવામાં આવે છે.

હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે ખાસ વિભાગ બનાવેલો છે. હોસ્પિટલમાં દેશના અનેક રાજ્યોમાંથી દર્દીઓ કેન્સરના રોગની સારવાર કરવા આવે છે. આ  હોસ્પિટલમાં વર્ષમાં 5000થી વધારે કેન્સરના દર્દીઓ આવે છે. અહીં આવીને અનેક દર્દીઓની સારવાર બાદ તેઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે કેન્સરની સારવાર કરાવવા માટે દૂર-દૂરથી લોકો  આવે છે. જેમાં મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ આસામ રાજસ્થાન સિક્કિમ આંધ્રમાંથી દર્દીઓ આવે છે. હોસ્પિટલમાં અંદાજે 100 દર્દીઓ એડ્મીટ રહે છે અને આ સારવાર માત્ર 1 રૂપિયાના ટોકન પર કરવામાં આવે છે. દર્દીઓની દવાનો ખર્ચ પણ સામાન્ય રાખવામાં આવ્યો છે.

સામાન્ય રીતે કેન્સરના દર્દીઓને  સારવાર માટે  શહેરની હોસ્પિટલમાં લાખોનો ખર્ચ કરવો પડે છે. ત્યારે આ હોસ્પિટલમાં નજીવા ખર્ચે દર્દીઓને આ જીવલેણ બિમારીમાંથી મૂક્તી મળે છે. આ કેન્સરની બિમારીમાં એક અઠવાડિયામાં અનેક લોકોને ફર્ક પડયો છે. આ હોસ્પીટલની ખાસીયત છે કે પંચગવ્યથી દર્દીનો ઈલાજ કરવામાં આવે છે.

વાઘલધરાની આ કેન્સર હોસ્પિટલ દેશ વિદેશમાં પ્રખ્યાત થઇ રહી છે. દર્દીઓની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. કુદરતી વાતાવરણ અને આયુર્વેદની મદદથી કેન્સરની બિમારીનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. આજની કોર્પોરેટ હોસ્પિટલ દર્દીઓના દર્દ મટાડવા માટે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે આ સારવાર માત્ર 1 રૂપિયામાં કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *