કોની કિસ્મત ચમકશે તો કોણે રહેવું પડશે સાવધાન? જાણો કઇ રાશિના જાતકો માટે આજે કેવો દિવસ

Astrology

મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકો માટે નવા રોકાણ માટે સારો સમય છે. માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે. આ રાશિના જાતકોને આજે સફળતાના સારા અવસરો મળશે તેમજ સુખને વહેંચવાનો અવસર મળશે.

વૃષભ (બ.વ.ઉ.)
વૃષભ રાશિના જાતકોને પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે. ધંધામાં આર્થિક લાભની સંભાવના પ્રબળ જણાશે. ભાઈ-બહેનો વચ્ચે પ્રેમ વધશે. આ રાશિના જાતકો પરિવાર સાથે આનંદનો સમય પસાર કરશે.

મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને સારા કાર્યોમાં પરિવારનો સહયોગ મળશે અને સંબંધીઓ સાથે સંબંધો મધુર બનશે. આજે આ રાશિના જાતકોને પ્રભાવશાળી લોકોના સંગથી કામ સુધરશે. આ ઉપરાંત મિત્રોના સહકારથી અધૂરાં કાર્યો પૂરાં થશે.

કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને સારા સમાચારથી મન પ્રસન્ન રહેશે. કોઈ દૂરના સંબંધીથી સહયોગ મળશે. આ ઉપરાંત સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. આ રાશિના જાતકોએ વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે.

સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને વિદ્યા-જ્ઞાન પ્રાપ્તિ માટે સારો સમય છે. જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજે તમે પરિવાર સાથે સારો સમય વિતાવશો. આ ઉપરાંત આ રાશિના જાતકોને માનસિક ચિંતા અને તણાવની સંભાવના રહેશે.

કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકો મહત્વની પરીક્ષાઓમાં સફળતા મેળવશે. કામમાં ધ્યાન આપશો તો પરિણામ સારું મળશે. આજે આ રાશિના જાતકો માનસિક થાક અનુભવશે. તેમજ ધંધાકીય કામમાં મહેનત વધશે.

તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોએ કોઈ પણ પ્રકારની ઉધારીથી સાચવવું. તેમજ લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. આ રાશિના જાતકોને આજે કરેલી મહેનત સારું ફળ આપશે. આ ઉપરાંત સમાજમાં માન-સન્માન મળશે.

વૃશ્ચિક (ન.ય.)
વૃશ્ચિક રાશિના જાતકોને નાના-મોટા કામમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કામ કરવાની તક મળશે. આ ઉપરાંત હરવા-ફરવાના યોગ બને છે. આ રાશિના જાતકો પરિવારમાં સામાન્ય અશાંતિ અનુભવશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને સારા માણસો સાથે કામ કરવાની તક મળશે. તેમજ સમયનો સદુપયોગ કરી શકશો. તમારા મનગમતા કામમાં આપની રુચિ વધશે. તો શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી.

મકર (ખ.જ.)
મકર રાશિના જાતકો સાથી કર્મચારીને સાથે રાખી કામકાજ કરશો. પતિ-પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ જણાશે. આજે ખર્ચની બાબતમાં સંભાળીને કામ કરવું. આ ઉપરાંત અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે.

કુંભ (ગ.સ.શ.ષ.)
કુંભ રાશિના જાતકોના કામકાજની કદર થશે. આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા અવશ્ય મળશે. તેમજ મિત્રો અને સહકર્મચારીથી લાભ થશે. આ રાશિના જાતકોનુ દામ્પત્ય જીવન સુખમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોનુ મનગમતા કાર્યો કરવાથી મન પ્રસન્ન રહેશે. નોકરી-વ્યવસાયમાં સાચવીને કામ કરવું. આ ઉપરાંત મગજ ઉપર કામનો બોજો વધશે. આ રાશિના જાતકોએ કારણ વગરના ક્રોધ ઉપર કાબૂ રાખવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *