શું લગ્ન પછી ભારતના સ્ટાર બેટ્સમેન કે.એલ. રાહુલના પ્રદર્શનમાં સુધારો થશે?

Astrology

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી સાથે 23 જાન્યુઆરીએ લગ્નમા બંધનમાં બંધાશે. આ માટે તેણે ન્યૂઝીલેન્ડ સામેની વનડે અને T20 સિરીઝમાંથી બ્રેક લઈ લીધો છે. લગ્ન બાદ તે ફરીથી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ થશે.

હવે રાહુલની અત્યાર સુધીની કારકિર્દી જોઈએ
કેએલ રાહુલ એવા કેટલાક ખેલાડીઓમાંથી એક છે જેણે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા છે. 2014 માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યા પછી, તેણે 2019 વનડે વર્લ્ડ કપ અને 2021 અને 2022 નો T-20 વર્લ્ડ કપ પણ રમ્યો હતો. રાહુલે 2021માં પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની કેટલીક શ્રેણી જીતવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

જ્યારે તે ફરીથી ક્રિકેટના મેદાનમાં ઉતરશે ત્યારે તેનું પ્રદર્શન સારું રહેશે કે ખરાબ?
આનો સચોટ જવાબ તો સમય આવતા જ ખબર પડશે. જો કે હાલમાં તો આપણે જોઈ શકીએ છીએ કે ભારતીય ટીમમાં રાહુલ સાથે રમનારા સ્ટાર ખેલાડીઓની કારકિર્દી પર લગ્નની શું અસર પડી હતી. આ માટે અમે ત્રણ નામ શોર્ટલિસ્ટ કર્યા છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની.

આ ખેલાડીઓની લગ્ન પહેલા અને લગ્ન પછી પણ સારી કારકિર્દી રહી હતી. અંગત જીવન પર સિંગલમાંથી મેરિડ થયા બાદની સ્થિતિની અસર જાણવા માટે, અમે લગ્ન પહેલાંના બે વર્ષની આ ખેલાડીઓની કારકિર્દીની લગ્ન પછીની બે વર્ષની કારકિર્દી સાથે સરખામણી કરીને જોઈશું.

સૌથી પહેલા રાહુલના લગ્ન સાથે જોડાયેલી આ મહત્વપૂર્ણ માહિતી
કેએલ રાહુલ બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી સાથે 23 જાન્યુઆરીએ લગ્ન કરશે. અથિયા દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી છે. બંને સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં લગ્નના બંધનમાં બંધાશે. બંનેના પ્રી-વેડિંગ ફંક્શન 21 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે. તેમના લગ્નમાં પરિવારના કેટલાક સભ્યો અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *