મોટાભાગના લોકોને ધન સાથે સંબંધિત મુશ્કેલી હોય છે કે ધનનો સંચય નથી થઇ શકતો. તમામ કોશિયો બાદ પણ ઘરમાં રૂપિયા નથી ટકતાં. કોઇ કારણ વિના ખોટા ખર્ચ થાય છે, અથવા તો આર્થિક સમસ્યા આવતી જ રહે છે. વાસ્તુ અનુસાક લોકો કેટલીક ભૂલો કરે છે, જેના કારણે તેમને ધન સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો તમને જણાવીએ તે કારણો જેના કારણે ઘરમાં બરકત નથી રહેતી
ભૂલથી પણ ના કરતાં આવી ભૂલ
કેટલાક લોકો આખા ઘરની સફાઇ કરે છે પરંતુ સૌથી ઉપર છત પર ધ્યાન ના જવાના કારણે કચરો-ધૂળ વગેરે જમા થઇ જાય છે. વાસ્તુ અનુસાર છત પર કચરો એકઠો થવાના કારણે તમારે ધન સાથે સંબંધિત મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે જ છત પર કચરો એકઠો થવા પર માનસિક પરેશાનીઓ પણ થાય છે. તેથી છત પર ક્યારેય કચરો એકઠો ન થવા દો.
સંપત્તિના સંચય માટે પૈસા રાખવા માટે યોગ્ય દિશા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જો પૈસાને યોગ્ય દિશામાં રાખવામાં ન આવે અથવા તે દિશામાં કોઈ ખામી હોય તો ક્યારેય સંપત્તિનો સંગ્રહ થતો નથી. તેથી, તમે તિજોરીમાં પૈસામાં રાખો છો તેને પશ્ચિમ દિશામાં રાખો, જેથી તેનો દરવાજો પૂર્વ દિશામાં ખુલશે. આ ઉપાય સંપત્તિના સંગ્રહમાં મદદ કરે છે. જ્યાં પૈસા રાખવામાં આવે છે તે સ્થાનની શુદ્ધતાની પણ કાળજી લેવી જોઈએ, કબાટ અથવા તિજોરીની આજુબાજુ જાળા થઇ જાય તો તેને તાત્કાલિક દૂર કરવા જોઈએ.