મિત્રો, મીઠું દરેકના ઘરમાં હોય છે. ભોજનમાં જો મીઠું ઓછું હોય તો ભોજન બેસ્વાદ બની જાય છે. મીઠામાં નકારાત્મક ઊર્જાને દૂર કરવાની અદભુત શક્તિ હોય છે. મીઠું ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર સૌથી ઝડપી કરે છે. કહેવાય છે કે જ્યાં મીઠું નથી હોતું ત્યાં ભૂત-પ્રેત વાસ કરે છે. મીઠું ન હોય એ ઘરમાં સુખ-શાંતિ પણ રહેતી નથી.
વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠામાં એક અલગ પ્રકારનું આકર્ષણ હોય છે. એટલા માટે જ મીઠાનો પ્રયોગ ઘણા બધા પ્રકારના ટોનાટોટકામાં થાય છે. કેટલાક લોકો વશીકરણ માટે પણ મીઠાનો પ્રયોગ કરતા હોય છે. મીઠા ને જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે. મીઠું અને કાચ બંને રાહુના કારક હોય છે એટલે મીઠાને કાચ ના ગ્લાસમાં મૂકીને શૌચાલયમાં મુકવામાં આવે તો ત્યાંથી નકારાત્મક ઊર્જાનો નાશ થઈ જશે. સાથે આ ઉપાયથી ત્યાં મોજૂદ સૂક્ષ્મ કીટાણુઓનો પણ નાશ થઈ જશે.
જ્યારે પણ તમે ઘરમાં પોતુ કરો ત્યારે તેમાં થોડું મીઠું નાખી દો. અઠવાડિયામાં ઓછામાં ઓછી એક બે વાર મીઠાના પોતા ઘરમાં અવશ્ય કરો. ખૂબ જ ઝડપથી ધનની પ્રાપ્તિ થવા લાગશે. આ પ્રયોગ કરવાથી સંપૂર્ણ ઘરમાં સકારાત્મક ઉર્જા વ્યાપી જશે. ઘરની તરફથી માટે મીઠાના પોતા ઘરમાં અવશ્ય કરવા જોઈએ. મીઠાને કાચના પ્યાલામાં ભરીને તેમાં ચાર પાંચ લવિંગ મૂકવાથી ઘરમાં ધન ની બરકત અવશ્ય બની રહે છે. અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે.
મીઠાવાળા પાણીથી હાથ પગ ધોવા થી અને સ્નાન કરવાથી ખૂબ જ ફાયદા થાય છે. તેનાથી શરીર ખૂબ જ ફ્રેશ થઈ જાય છે અને શરીરમાં પોઝિટિવ એનર્જી આવે છે. મીઠાવાળા પાણીથી સ્નાન કરવાથી ઊંઘ પણ ખૂબ જ સારી આવે છે. દર શનિવારના દિવસે થોડું મીઠું અને ૨૦૦ ગ્રામ કાળી દાળ, 500 ગ્રામ ચોખા અને લાલ રંગનું સુકુ મરચું આ ચીજ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિનું ભાગ્ય પ્રબળ બની જાય છે. ધન-વૈભવ ખૂબ જ સરળતાથી તે વ્યક્તિને પ્રાપ્ત થાય છે. ધનની દેવી માતા લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે.