મિત્રો, ઘડિયાળ ઘરની ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે. જે ઘરના તમામ લોકોનો સમય નિર્ધારિત કરે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘડિયાળ લગાવવાની પણ શુભ અને અશુભ દિશા હોય છે. ઘડિયાળ તમારા જીવન પર સકારાત્મક અને નકારાત્મક અસર કરે છે. એવું માનવામાં આવે છે કે કદી પણ કોઈને ઘડિયાળ ભેટમાં આપવી જોઈએ નહીં. ઘડિયાળનો આપણા જીવન સાથે એક ખાસ સંબંધ હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની દક્ષિણ બાજુની દીવાલ પર કદી પણ ઘડિયાળ લગાવવી જોઈએ નહીં. કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશા યમરાજની દિશામાં માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવવાથી વ્યક્તિની પ્રગતિ પણ થંભી જાય છે.
દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવવાથી કરનાર સદસ્યો ની આર્થિક પ્રગતિ રૂંધાઈ જાય છે. જો તમે દક્ષિણ દિશા બાજુ ઘડિયાળ લગાવશો તો તમારું ધ્યાન વારંવાર દક્ષિણ દિશા બાજુ જશે. જેનાથી તમે વારંવાર નકારાત્મક ઉર્જા ગ્રહણ કરું છો. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દરવાજા પર પણ ઘડિયાળ ન લગાવી જોઈએ. ઘણીવાર તમારા ઘરમાં ઘડિયાળ ઘણા દિવસ સુધી બંધ પડેલી રહે છે. ઘરમાં રહેલી બંધ ઘડિયાળ ઘરમાં નકારાત્મક ઉર્જા ખેંચી લાવે છે. એટલા માટે બંધ ઘડિયાળમાં જલ્દી નવી બેટરી નાખીને તેને શરૂ કરવી જોઈએ દિવાલ પરથી ઉતારી દેવી જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર સમય કરતા પાછળ ચાલવા વાળી ઘડિયાળ પણ અશુભ માનવામાં આવે છે. એટલા માટે ઘડિયાળના સમયને હંમેશા મિલાવીને રાખવો જોઈએ. ઘરની ઘડિયાળ પર ભૂલથી પણ ધૂળ જામવી જોઈએ નહીં. ઘડિયાળને નિરંતર સાફ કરવી જોઈએ. ઘડિયાળ લગાવવા માટે સૌથી ઉત્તમ દિશા પૂર્વ દિશા માનવામાં આવે છે. આપણા દિવસની શરૂઆત સૂર્યોદયથી થાય છે. એવી જ રીતે પૂર્વ દિશામાં રહેલી ઘડિયાળ જીવનમાં હંમેશા પ્રગતિ કરાવે છે.