સ્ત્રીનું સાચું સુખ શેમાં હોય છે? પતિ કે પૈસામાં?

Astrology

મિત્રો, પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્ત્રી માટે પતિ પરમેશ્વર માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પત્ની માટે પતિનું સુખ જ તેના જીવન માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે. સ્ત્રી પતિના સુખે સુખી અને દુખે દુઃખી રહેતી હોય છે. પતિની સેવા એ જ સ્ત્રીનું સૌથી મોટું કર્તવ્ય હોય છે. ભારતીય પરંપરા મુજબ મોટાભાગની સ્ત્રીઓનું સૌથી મોટું સુખ તેનો પતિ હોય છે. પતિના સુખ માટે તેની પત્ની જીવ સુધા આપી શકે છે. પતિના દરેક કામમાં તે સહાયરૂપ થાય છે તેથી તેને અર્ધાંગિની પણ કહેવામાં આવે છે. ભગવાન શ્રીરામને જ્યારે વનવાસ જવાનું થયું ત્યારે માતા-પિતાએ પણ શ્રીરામ સાથે વનવાસ સ્વીકારી લીધો હતો.

પરંતુ બીજી બાજુ ઘણી સ્ત્રીઓ એવી છે જેમના માટે સુખ ફક્ત પૈસામાં જ છે. આજના બદલાતા જમાનામાં સ્ત્રીઓની વિચારસરણી પણ બદલાઈ છે. સ્ત્રીઓ માટે પૈસા, મોજ શોખ,ઠાઠ માઠ અને જાહો જલાલી જ મહત્વ ધરાવે છે. જ્યારે પતિ પાસે પૈસા રહેતા નથી અને પતિ સ્ત્રીના મોજ શોખ પૂરા કરી શકે એમ ન હોય ત્યારે ઘણી સ્ત્રીઓ પતિને એક ક્ષણમાં છોડી દે છે. ઘણી સ્ત્રીઓ ફક્ત પૈસા પાછળ જ પાગલ હોય છે. તેમના મતે સાચું સુખ ફક્ત પૈસા છે. આજની ઘણી સ્ત્રીઓ જ્યાં પૈસા મળે અને ઠાઠ માઠ પુરા થાય ત્યાં આપોઆપ ખેંચાઈ જતી હોય છે.

એક કહેવત છે કે પત્નીની સાચી ઓળખ પતિની ગરીબીમાં થાય છે. પતિ જ્યારે આર્થિક રીતે મુશ્કેલીમાં હોય અને જ્યારે તેની પત્ની તેનો સાથ નિભાવે ત્યારે સમજવું કે તે પત્ની માટે સાચું સુખ તેનો પતિ છે પરંતુ આવા સમયમાં જ્યારે કોઈ પુરુષની પત્ની તેનો સાથ છોડી દે અને કોઈ અન્ય પુરુષ સાથે તેની રાસલીલા રમવા લાગે ત્યારે સમજવું કે તે સ્ત્રી માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ પૈસા જ છે. આજે સમાજમાં આવી બેવડી વિચારધારા ધરાવતી સ્ત્રીઓ જોવા મળે છે. તમારું સુખ શેમાં છે? પતિ કે પછી પૈસામાં?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *