જો તમે વારંવાર દૂધને ઉકાળો છો તો તમે પોતે જ તમારા પગ ઉપર કુહાડી મારો છો

Astrology

મિત્રો, મોટાભાગના લોકો રાત્રે દૂધ ગરમ કરીને ફ્રિજમાં મૂકી દે છે અને પછી તે દૂધનો ઉપયોગ કરે છે પરંતુ એ જ દૂધ ને જો દિવસમાં ચારથી પાંચ વાર ઉકાળવામાં આવે તો દૂધમાં રહેલું જે પ્રોટીન છે તે પ્રોટીનનું સ્તર ઓછું થઈ જાય છે. અને કેલ્શિયમ તથા વિટામીન d12 તે પણ તેમાંથી ઘટી જાય છે એટલા માટે દૂધને ગરમ કરવું હોય તો ફક્ત એક જ વખત ગરમ કરો તેને વારંવાર ગરમ કરશો નહીં. વારંવાર દૂધને ગરમ કરવાથી દૂધમાંથી જે માવો બને છે તેમાં પ્રોટીન નથી હોતું. તેમાં ફક્ત ફેટ રહેલો હોય છે.

આપણે આપણા બાળકોના મસલ્સ મજબૂત કરવા માટે, સ્નાયુ મજબૂત કરવા માટે સંપૂર્ણ આહાર તરીકે આપણે તેમને દૂધ આપીએ છીએ પરંતુ આવી ભૂલ ક્યારે થવી ન જોઈએ નહિતર દૂધનો આપણને જે લાભ મળવો જોઈએ તે મળતો નથી. ઘણા લોકો આવી ભૂલ વારંવાર કરતા હોય છે. જેથી તેઓ નિયમિત દૂધ પીતા હોય છે છતાં દૂધનો તેમને ફાયદો મળતો નથી. દૂધને દિવસ દરમિયાન ફક્ત એક જ વાર ઉકાળવું જોઈએ. વધારે વખત ઉકાળવાથી તેમાં રહેલું પ્રોટીન નાશ પામે છે.

દૂધને જ્યારે તમે ગરમ કરો ત્યારે તેનો એક ઉભરો આવી જાય પછી તેને ગરમ કરવું જોઈએ નહીં. ઘણા લોકો દૂધને લાંબા સમય ગરમ કર્યા જાય છે એટલે કે દૂધમાંથી ઘણા બધા ઉભરા આવે ત્યાં સુધી તેને ગરમ કરે છે. ઘણા લોકો દૂધને દિવસમાં ચારથી પાંચ વાર ગરમ કરતા હોય છે. આવી ભૂલો ક્યારે કરવી જોઈએ નહીં. આમ કરવાથી દૂધમાં રહેલ વિટામિન પ્રોટીન બધું જ ગાયબ થઈ જશે અને છેલ્લે તેમાં એકલો ફેટ વધે છે. માટે જે લોકો દૂધને વારંવાર ગરમ કરે છે તે લોકો ખૂબ જ ઝડપી ચેતી જજો અને જો આવી ભૂલ કરતા હોય તો આજથી જ તેને બંધ કરી દેજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *