શાસ્ત્રોમાં કહ્યું છે, સ્ત્રીના હાથમાં આ રંગની બંગડી પતિના મૃત્યુનું કારણ બની શકે છે.

Astrology

મિત્રો, બંગડીને પરિણીત સ્ત્રીનું સૌભાગ્ય માનવામાં આવે છે. બંગડી સ્ત્રીના સુહાગની નિશાની હોય છે. વિવિધ શુભ અવસર મા સ્ત્રીઓને ભેટ આપવાની પરંપરા પણ છે. લાલ રંગની બંગડીઓનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે. લાલ રંગની બંગડીઓ સ્ત્રીના હાથમાં એટલી સુંદર લાગે છે કે તેમના પતિ પોતાની પત્ની તરફ ખૂબ જ જલ્દી આકર્ષિત થઇ જાય છે.

લાલ રંગ શુભતાનુ પ્રતીક પણ માનવામાં આવે છે. અઠવાડિયામાં કયા દિવસે બંગડીઓ ખરીદી ન જોઈએ તેનો પણ આપણા વાસ્તુશાસ્ત્રમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. આપણા વાસ્તુશાસ્ત્ર અનુસાર બંગડીઓ કદી પણ શનિવારે કે મંગળવારના દિવસે ખરીદવી જોઈએ નહીં. નવી બંગડીઓ પહેરતા પહેલાં તે બંગડીઓ મા ગૌરીની સામે મૂકીને પ્રાર્થના કરવી જોઈએ. આવું કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.

જ્યારે પણ નવી બંગડીઓ પહેરો ત્યારે માતા ગૌરીની પ્રાર્થના કર્યા બાદ ઘરમાં માતા કે સાસુમાંના આશીર્વાદ લઈને બંગાડીઓને પહેરવી જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે સુહાગન મહિલાને કદી પણ સફેદ કે કાળા રંગની બંગડીઓ પહેરવી જોઈએ નહીં. આ રંગની બંગડીઓ પહેરવાથી પતિ પર દુર્ભાગ્ય આવે છે અને કોઈ અશુભ ઘટના પણ બની શકે છે.

એક સુહાગન સ્ત્રીએ સહેજ પણ તૂટી હોય તેવી બંગડી પણ પહેરવી જોઈએ નહીં. તૂટેલી બંગડી તેના અને તેના પતિના ભાગ્યમાં દુર્ભાગ્ય લાવે છે. પરણિત સુહાગન મહિલાએ કદી પણ પોતાના હાથ ખાલી પણ ન રાખવા જોઈએ. ઓછામાં ઓછી તેના હાથમાં એક બે બંગડીઓ તો હોવી જ જોઈએ. બંગડીઓ એક સુહાગન મહિલાના જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. જેથી બંગડીઓ ખરીદતા કે પહેરતી વખતે આ કેટલીક બાબતોનું ધ્યાન અવશ્ય રાખજો. જય માં પાર્વતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *