પૈસા આપ્યા વગર ભૂલથી પણ આ ચીજ વસ્તુઓનો સ્વીકાર ન કરવો જોઈએ, હિન્દુ શાસ્ત્રોના જણાવ્યા મુજબ કેટલાક ઉપાયથી વ્યક્તિ ઘણી સમસ્યાઓનો ઉપાય મેળવી શકે છે. હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં આવી કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે પૈસા આપ્યા વિના કોઈની પણ પાસેથી ન લેવી જોઈએ. અથવા તો જો કોઈ વસ્તુ લીધી હોય તો સમયસર તેને પરત કરવી જોઈએ. નહિતર હિન્દુ શાસ્ત્રો અનુસાર આર્થિક નુકશાનનો સામનો કરવો પડી શકે છે. દેવામાં પણ વૃદ્ધિ થઇ શકે છે. જીવનમાં તણાવભરી પરિસ્થિતિઓ પણ ઉભી થઇ શકે છે. તો આ કઈ કઈ વસ્તુઓ છે જેને પૈસા આપ્યા વિના કોઈની પણ પાસેથી લેવી ન જોઈએ.
સૌથી પહેલી વસ્તુ છે મીઠું. મીઠાનો ઉપયોગ દરેકના ઘરમાં અચૂક થતો હોય છે. આમ તો મીઠાનો ઉપયોગ ખોરાક અને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર ઘરમાં મીઠું ખુટવાથી લોકો પાડોશીઓ પાસેથી મીઠું ઉધાર લેતા હોય છે. મીઠુ લીધા બાદ તેને પરત પણ કરતા નથી કે પૈસા પણ આપતા નથી જેના કારણે દેવાની સ્થિતિ ઉભી થઇ શકે છે. મીઠું શનિદેવ સાથે જોડાયેલું માનવામાં આવે છે. જે મનુષ્યના પાપ કર્મોનો હિસાબ રાખે છે. પૈસા આપ્યા વિના મીઠું લેવાથી શરીરમાં રોગ અને દોષ ઉત્પન્ન થવા લાગે છે.
બીજી વસ્તુ કાળા તલ છે. જ્યોતિષશાસ્ત્રમાં કાળા તલનો સંબંધ રાહુ, કેતુ અને શનિ સાથે કરાયેલો છે. જો કોઈ વ્યક્તિ પર રાહુ,કેતુ અને શનિનો પ્રભાવ પડે છે તો કાળા તલનું દાન કરવામાં આવે છે. તેથી પૈસા ચૂકવ્યા વિના કાળા તલ લેવા જોઈએ નહીં. નહિતર જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.
ત્રીજી વસ્તુ સોય છે. પૈસા આપ્યા વિના ક્યારે કોઈના પાસેથી કોઈના ઘરમાંથી સોય ન લાવવી જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક અસર થાય છે. શાસ્ત્રોમાં એવું જણાવાયું છે સોયના જેવો વ્યવહાર છે તેવું જ તે કામ કરવા લાગે છે એટલા માટે સમય ક્યારેય પણ દાન સ્વરૂપે લેવી ન જોઈએ.
ચોથી વસ્તુ રૂમાલ છે. ક્યારે પણ પૈસા આપ્યા વિના બીજા નું રૂમાલ લેવો ન જોઈએ. જો થોડા સમય માટે કોઈ નો રૂમાલ લીધો હોય તો તરત જ તેને પરત કરવો જોઈએ. શાસ્ત્રોના જણાવ્યા અનુસાર જો પરત કરવામાં ન આવે તો જેનું રૂમમાં લીધું છે તેના સાથેના સંબંધ ધીમે ધીમે ઘટવા લાગશે. તેથી રૂમાલ ક્યારેય પણ કોઈને ગિફ્ટમાં પણ ન આપવો જોઈએ.
અંતિમ અને પાંચમી વસ્તુ તેલ છે. ક્યારેય કોઈની પાસેથી પૈસા આપ્યા વિના તેલ લેવું જોઈએ નહીં. આમ કરવું એ અપશુકન માનવામાં આવે છે. આ સિવાય લોખંડ પણ ક્યારેય પૈસા આપ્યા વિના સ્વીકારવું ન જોઈએ. કારણકે લોખંડ પણ શનિની ધાતુ છે. કારણ કે જો પૈસા આપ્યા વિના લોખંડની વસ્તુ લેવામાં આવે તો શનિનો અશુભ પ્રભાવ પડે છે. જેના કારણે જીવનમાં અશાંતિ અને આર્થિક નુકસાન આવી શકે છે.