મનુષ્યને પાછલા જન્મનું કેમ કશુ યાદ રહેતું નથી, શાસ્ત્રો મુજબ આ છે તેનું કારણ.

Astrology

મિત્રો, મનુષ્યની પાછલા જન્મનુ કંઈ યાદ હોતું નથી. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આના પાછળનું કારણ વિસ્તારથી બતાવવામાં આવ્યુ છે. જન્મ-મૃત્યુનું ચક્ર હંમેશા ચાલ્યા કરે છે. જ્યાં સુધી આત્માનું પરમાત્મા મિલન નથી થતું ત્યાં સુધી આ ક્રમ ચાલ્યા કરે છે. ગરુડ પુરાણના ધર્મકાંડના પ્રેતકલ્પ અધ્યાયમાં ગર્ભધારણથી લઈને શિશુના નવ મહિનાની યાત્રાનું વર્ણન મળે છે.

ગરુડ પુરાણ અનુસાર ગર્ભાવસ્થામાં મનુષ્યને પોતાના આગલા જન્મ વિશે તમામ બાબતો યાદ હોય છે. આગલા જન્મમાં કરેલા પાપ પુણ્ય વિષે શિશુ ગર્ભમાં જાણતો હોય છે. માતાના ગર્ભમાં શિશુ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ હું તમારા ચરણોમાં રહેવા માંગુ છું હું ફરીથી આ મૃત્યુલોકમાં જવા ઇચ્છતો નથી. તેને પાછલા જન્મમાં કરેલા પાપ જ્યારે યાદ આવે છે ત્યારે તે ખૂબ જ દુઃખી થાય છે અને સારી બાબતો યાદ આવતા તે ખુશ પણ થાય છે. પરંતુ જયારે નવ માસ પૂરા થતાં બાળક જ્યારે ગર્ભમાંથી આ દુનિયામાં આવે છે ત્યાર પછી તેને કોઇ પણ બાબત યાદ રહેતી નથી.

ગર્ભથી અલગ થઈને તે જ્ઞાન રહિત બની જાય છે એટલા માટે તે જન્મ સમયે રડવા પણ લાગે છે. ભગવાન વિષ્ણુ પક્ષીરાજ ગરુડને કહે છે ગર્ભમાં પહોંચીને જીવાત્માં જેવું ચિંતન કરે છે તે મનુષ્ય તેવો જ જન્મ લઈને બાળક યુવાન અને વૃદ્ધ બને છે. ઘરમાં વિચારેલી વાતો સંસારની મોહ-માયા ના કારણે વિસરાઈ જાય છે. પૂર્વ જન્મનું કંઈ પણ યાદ ન રહે એટલા માટે હિન્દુ ધર્મમાં કપાલ ક્રિયા કરવામાં આવે છે. મૃત્યુ પામેલ વ્યક્તિ અગ્નિ સંસ્કાર આપ્યા પછી અડધા કલાક બાદ એક લાકડીને લોટો બાંધીને મૃત્યુ પામેલી વ્યક્તિના માથા પર ઘી રેડવામાં આવે છે. જેનાથી તેનુ સમગ્ર માથું સળગી જાય.

એવું માનવામાં આવે છે કે આ ક્રિયા જો કરવામાં ન આવે તો આગલા જન્મમાં પાછલા જન્મનું બધું યાદ રહે છે. વૈજ્ઞાનિકોમાં પણ પુનર્જન્મ બાબતે બે મત જોવા મળે છે. કેટલાક વૈજ્ઞાનિકો પુનર્જન્મને બિલકુલ માનતા નથી. તો કેટલાક વૈજ્ઞાનિકો આત્માને એક ઉર્જાના રૂપમાં સ્વીકાર કરે છે. તેમના મત મુજબ આત્માને પાછલા જન્મનું યાદના રહેવા પાછળ એક કેમિકલ કારણ હોય છે. હર હર મહાદેવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *