મિત્રો, આપણા પૃથ્વીલોક પર હજુ પણ હનુમાનજી હાજરાહજૂર છે. સંપૂર્ણ શ્રદ્ધા અને આસ્થા સાથે હનુમાન દાદાને યાદ કરવામાં આવે તો સંકટ હરન હનુમાનદાદા ભક્તોના તમામ સંકટો હરી લે છે. હનુમાન દાદા સાથે અસંખ્ય શ્રદ્ધાળુ ભક્તોનું મન જોડાયેલું છે. જેમના મનમાં હંમેશા હનુમાનજીનું નામ સ્મરણ થતું હોય છે.
ઘણીવાર જીવનમાં એવી કોઇ સમસ્યા આવી જાય છે કે કોઈપણ કામ થવાનું હોય છતાં તે થતું અટકી જાય છે તેમાં ઘણા વિઘ્ન આવે છે. આવી પરિસ્થિતિ નિવારવા માટે હનુમાનદાદાનો એક મંત્ર છે. આ મંત્રને ફક્ત એક માળા જાપ કરવાનો છે. આ મંત્રનો જાપ પ્રત્યેક મંગળવારે અથવા તો શનિવારે કરી શકાય છે. સાંજે અથવા તો સવારે પણ કરી શકાય છે.
“ૐ હં હનુમતે મમ્ સર્વ બાધા
નિવારય સ્વપ્ના દર્શાય નમ:॥”
આ મંત્રના કારણે કોઈપણ કામમાં અગર જો કોઈ બાધા અથવા તો વિઘ્ન આવતું હશે તો તેનું નિવારણ થઈ જશે. આ મંત્રનો એક માળા જાપ હનુમાન દાદાના સામે અવશ્ય અવશ્ય કરવું જોઈએ. જેથી ઘરની તમામ મુશ્કેલીઓ અને વિઘ્ન દૂર થઈ જશે. કારણકે કોઈ એવું સંકટ નથી જેને સંકટહરન હનુમાનજી કરી શકે નહીં.