હોળીના દિવસે કરો આ કામ, જીવનમાં ક્યારેય નહીં આવે આર્થિક સંકટ.

Astrology

ફાગણ મહિનો શરૂ થતાં જ લોકો હોળી (હોળી ૨૦૨૨) ની રાહ જોવે છે. હોળી વર્ષનો પહેલો મોટો તહેવાર હોય છે, જેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે સંધ્યાના સમયે હોલિકા દહન કરવામાં આવે છે. આ દિવસે પૂજા પાઠ કરવાની ખાસ માન્યતા પણ છે. આ વર્ષે હોળી ૧૭ માર્ચે આવી રહી છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે વિધિવત પૂજા કરવાથી વ્યક્તિને તમામ મુસીબતોમાંથી મુક્તિ મળે છે. તેમજ બધા કાર્યોમાં સફળતા મળે છે.

હોલિકા દહન ધૂળેટીના આગળના દિવસે એટલે કે ૧૭ માર્ચે કરવામાં આવશે. આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. હોળીના દિવસે લોકો દ્વેષ ભૂલીને એકબીજાને ગળે મળે છે. અને મનમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિને આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.

હોલિકા દહન દરમિયાન કરો આ ઉપાય :

હોલિકા દહન દરમિયાન હોળીની અગ્નિમાં વટાણા, અળસી અને ઘઉં નાખવાથી આર્થિક તંગી દૂર કરી શકાય છે.

આ સિવાય હોળીના દિવસે મોતી શંખને સ્નાન કરાવી તેનું પૂજન કરવાથી પણ ધનની તંગી દૂર થાય છે.

એવું માનવામાં આવે છે કે, હોલિકા દહન દરમિયાન અગ્નિમાં સરસવના દાણા નાખી, દેવી લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ધનની અછત નથી થતી. તેની સાથે યશ અને કીર્તિ પણ પ્રાપ્ત થાય છે.

માં લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર થાય છે : એવું માનવામાં આવે છે કે, હોળીના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી દરેક પ્રકારની મુસ્કેલીયોમાંથી મુક્તિ મળે છે. મનમાં સકારાત્મક વિચારો આવે છે. આ દિવસે સવારે ઉઠીને સ્નાન અને દાન કરવાથી મુસ્કેલીયોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ભૂખ્યાને ભોજન અને વસ્ત્રોનું દાન કરવાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ દિવસે બ્રાહ્મણોને ભોજન અને દાન-દક્ષિણા આપવું શુભ માનવામાં આવે છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *