શ્રી કૃષ્ણ કહે છે ,જે સ્ત્રીના ઘરના મંદિરમાં આ 3 વસ્તુ હોય છે, તેનું ઘર ધનથી ભરેલું રહે છે.

Astrology

મિત્રો, ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે ઘરના મંદિરમાં ભગવાનની નિયમિત પૂજા-અર્ચના કરવી જોઈએ અને મંદિરમાં કેટલીક ચીજવસ્તુઓ અવશ્ય હોવી જોઈએ. આ ચીજવસ્તુઓને મંદિરમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આપણે હિન્દુ સંસ્કૃતિમાં નાની મોટી કોઈપણ પૂજા કરવાના કેટલાક નિયમ હોય છે. જેનાથી આપણા પૂજાપાઠનું આપણને યોગ્ય ફળ મળે છે. ઘરના મંદિરમાં રાખવામાં આવતી દરેક ચીજ-વસ્તુઓનું પોતાનું એક અલગ જ મહત્વ હોય છે.

પૂજા કરતી વખતે સૌથી મહત્વની બાબત એ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણા ઘરનું મંદિર ઘરના ઈશાન ખૂણામાં હોય. ઘરના મંદિરની આસપાસની જગ્યા ખૂબ જ સ્વચ્છ હોવી જોઈએ. ભગવાનના નૈવિધ્ય ને પૂજા પહેલા ચાખીવી જોઈએ નહીં. ભગવાનને ચડાવવાના ફુલો કે ધૂપ અગરબત્તી ને સુંઘવા જોઈએ નહીં. તેને શાસ્ત્રો મુજબ અનુચિત માનવામાં આવે છે.

આપણા પૂજા ઘરમાં કળશ અવશ્ય હોવો જોઈએ. કોઈપણ પૂજા કળશની સ્થાપના કર્યા વિના અધૂરી માનવામાં આવે છે. પૂજામાં કળશનો ઉપયોગ દેવતાઓનું આહવાહન કરવા માટે કરવામાં આવે છે. ઈશ્વર સામે તાંબાના કળશમાં પાણી ભરીને રાખવું એટલું શુભ હોય છે કે તેને ચમત્કારી પ્રભાવ આપણા ઘરમાં અવશ્ય જોવા મળે છે. પૂજા બાદ બીજા દિવસે કળશનું પાણી થી ઘરમાં છંટકાવ કરો અને વધેલું પાણી તુલસીના ક્યારામાં પધરાવવુ જોઈએ. શાસ્ત્રોમા કળશને શુભ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

ઘરના મંદિરમાં એક તાંબાના લોટામાં ગંગાજળ ભરીને અવશ્ય રાખવું જોઈએ. તેનાથી આપણા ઘરના મંદિરની અને ઘરની પવિત્રતા બની રહે છે. આપણા ઘરના મંદિરમાં શંખનું હોવું પણ ખૂબ જ આવશ્યક માનવામાં આવે છે. શંખમાંથી નીકળવા વાળી ધ્વનિથી સમગ્ર ઘરનું વાતાવરણ પવિત્ર બની જાય છે. જેને સાંભળવાથી વ્યક્તિના મનમાં રહેલા પાપ તથા દોષ નષ્ટ થઈ જાય છે. અને વ્યક્તિ સફળતાના રસ્તે ચાલવા લાગે છે. આ કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ આપણા ઘરના મંદિરમાં અવશ્ય હોવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *